________________
ધર્મદેશના.
તે આથી હાંસી થાય છે. ભલા? દુનિયામાં વાઘ છે તે તેની કલ્પના લેકેએ કરી. વસ્તુ ન હોત તે કદાપિ કલ્પના કરાત નહિ. જેમકે શશશૃંગની કલ્પના કઈ પણ કરતું નથી. પરલેક દુનિયામાં છે ત્યારે જ તેની કલ્પના પણ થાય છે. નાસ્તિકે પહેલેકના અભાવ સં. બધુમાં એમ બતાવેલ હતું જે “પરલોકી આત્મા જ નથી તે પરલેક ક્યાંથી સિદ્ધ થશે ? આ સંબન્ધ તેને એટલું જ પૂછવું બસ થશે કે પરફેકી આત્મા નથી એવું તને જ્ઞાન કયાંથી થયું? કારણ કે અરૂપી પદાર્થને જલદી નિષેધ કરી શકે એવું જ્ઞાન તે તેને છે નહિ. કદાચ તે એમ કહેશે કે “હું તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ વસ્તુને માનું છું, બાકી કઈ પદાર્થને માનતા નથી. તેના જવાબમાં એટહુંજ જાણવું જોઈએ કે વારૂ, પ્રત્યક્ષ પ્રમાણને જ માનનાર પિતા, પિતામહ, પ્રપિતામહ, ઈત્યાદિકની સત્તા સ્વીકારે તે પ્રત્યક્ષ પ્રમાણુથીતે સિદ્ધ થશે નહિ. અને વ્યવહારને લેપ થશે. વળી પ્રત્યક્ષ પ્રમાણુ જેને તે માને છે તે અપ્રમાણ છે કે પ્રમાણ? જે તેને અપ્રમાણ રૂપ માનશે તે અપ્રમાણથી કઈ વસ્તુને નિશ્ચય થશે નહિ. અને જે તેને પ્રમાણુરૂપ કહેશે તે ક્યા પ્રમાણથી તેને પ્રમાણ રૂપ કહેશે? પ્રત્યક્ષ પ્રમાણુથી જ તે પ્રત્યક્ષ પ્રમાણને, પ્રમાણ અથવા અપ્રમાણરૂપ કહેશે તે અનવસ્થા દોષ આવશે. અને કદાચ જે તેને અનુમાનથી પ્રમાણ રૂપ માનવા જશે તે અનુમાનથી પ્રમાણ રૂપ થયું આ પ્રમાણે અનુમાન પ્રમાણ સિદ્ધ થયા બાદ જીવાદિ પદાર્થ તમામ સિદ્ધ થાય છે.
જીવ વિના જગત્ કેવળ જડરૂપ ગણાય. જગમાં પદાર્થ બે છે. એક ચેતન, બીજે જડ. જડ પદાર્થના સંબધથી મુક્ત થવા શાસ્ત્રકારે વારંવાર વિચારશીલ રહેવા ભલામણ કરે છે. બારમી ગાથાની અન્દર મેહથી દુઃખ અને દુઃખથી મેહ બતાવેલ છે. ઠીકજ છે. અજ્ઞાની માણસ દુઃખાવસ્થામાં વિશેષ મેહી બને છે અને માહી પુરૂષ પાપ કર્મમાં પ્રવૃત્તિ કરે છે. પાપ કર્મથી દુઃખ થાય છે. સૂત્રકાર કહે છે કે તમામ પ્રકારના મેહાને છેડીને જ્ઞાન ગુણ સહિત બને, અને આત્માને જેમ સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે તેમ જગતમાં તમામ જીવેને તેજ પ્રમાણે સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org