________________
જ્ઞાન અને સદાચાર..
(૧૮૫)
જે બળદને પરણા વડે, આરથી અથવા ચાખકથી વારવાર પ્રેરણા કરીને થકવી નાંખે છે, તે પછી વિષમ જગ્યા પર ચલવા સમર્થ થતા નથી, મરણને કબૂલ કરે છે. પરંતુ આગળ ચાલી શકતા નથી. તેજ પ્રમાણે ઇન્દ્રિયના વિષયની તલાસમાં નિપુણ એવે સાધુ કામ રૂપ કિચ્ચડમાં ડૂબી જાય છે, સમય સમય પર વિચારશીલ થાય છે, જે આજ કાલ અથવા પરમ દિવસ વિષયસંગને! ત્યાગ કરીશ, પરંતુ ગલીયા બેલની માફક તે વિષય રૂપ કિચડમાંથી બહાર નીકળી શકતા નથી. ત્યાં ને ત્યાંજ મરણને શરણ થાય છે. તેજ કારણથી શ્રીીતરાગ દેવ ઉપદિશે છે. જે પ્રાપ્ત વિષયને અપ્રાપ્ત તુલ્ય સમજી દૂરથીજ વિષયની વાંછા છેડા.
વિવેચનઃ—વિષય જીવાને વિષ કરતાં પણ અધિક દુ:ખદાયી છે, વિષયવાંછા ધર્મ વાંછાને નાશ કરે છે, તેમજ ચારિત્રરત્નની પ્રાપ્તિ થવા દેતી નથી, જ્ઞાનગુણના લેપ કરે છે, દર્શન શુદ્ધિમાં વિઘ્ન નાંખેછે, કીર્ત્તિ લતાને દુગ્ધ કરેછે, કુળમાં કલ`ક લગાડે છે, વ્યવહારમાં લ'પટતાનું ટાઇટલ આપેછે, સ્ત્રી યા પુરૂષ ચાહે કૈાઇ હા, પરંતુ તેની સર્વ જનમાં હલકાઇ કરેછે, આઝું શું લખવું? વિષચવાંછા પુરૂષાથી તમામ પુરૂષાર્થ ને દૂર રાખેછે, તેજ કારણથી શાસ્ત્રમાં તત્ત્વવેત્તાએ પાકાર કરીને કહ્યુંછે જે હે ભવ્ય ! જો સંસાર રૂપ જંગલને છેડી તું મુક્તિ રૂપ નગરમાં જવા ઇચ્છા રાખતો હા તો વિષય રૂપ વિષવૃ ક્ષની છાયા તળે ક્ષણવાર પણ વિશ્રામ કરીશ નહિ, કારણકે વિષય રૂપ વિષ વૃક્ષેની છાયા ઘેાડા કાળમાં વિસ્તાર પામેછે, તે છાયામાંથી મનુષ્ય એક પગલુ` પણ આગળ વધવાને શકિતમાન થતા નથી. વિષયાસકત જીવ રાતિદવસ આપ્ત રીદ્રધ્યાનમાં પરાયણ રહેછે. અષ્ટમી, ચતુર્દશી, પાંચમી યા એક દશીનું જ્ઞાન તેના મતેામદીરમાં રહેતુ નથી, તપ, જપ, દેવપૂજા, ગુરૂભકિત, સામાયિક, તથા પ્રતિક્રમણાદિ ક્રિય કાંડ વિષયી પુરૂષને વિટબના રૂપ લાગેછે. ગુરૂશિક્ષા દવ નળ જેવી પ્રતિભાસે છે, શાસ્રશ્રવણ કાનમાં શૂળ જેવુ જણાય છે. અરે! વધારે શું લખવું? ઘણા વર્ષ સુધી પાળેલ ચારિત્રરત્નને પણુ ગુમાવી દઇ લજ્જાને નેવે મૂકે છે, તેટલાજ સાર્ શ્રીવીતરાગ ભગાન સાધુઓને વિષયવાંછા છેડવાના ઉપદેશ પુનઃ આપે છે.
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org