________________
સાધુઓને ઉપદેશ.
( ૧૭ )
સમૃતિ પણ મળતી થાય છે. ભાગવતના અગ્યારમા સ્કલ્પના ચાદમા. અધ્યાયમાં અને મનુસ્મૃતિમાં કહ્યું છે કે— स्त्रीणां स्त्रीसंगिनां संगं त्यक्त्वा दूरत आत्मवान् । देमे विवक्त आसीनश्चिन्तयेन्मामतन्धितः । मात्रा स्वस्रा उहित्रा वा न विविक्तासनो भवेत् । बसवानिन्जियग्रामो विधांसमपि कषेति ।।
સ્ત્રીઓને તથા સ્ત્રીઓને સંગ કરનાર પુરૂષોને સંગ દૂરથી છેડી આત્મ સત્તાવાળે થઈ કલ્યાણમાં એકાન્ત બેઠા છતાં મારૂ ધ્યાન કર માતા, બહેન અને પુત્રી સાથે એકાંત સ્થળમાં કદાપિ એકાસન થવું નહિ, કારણ કે બળવાન ઇન્દ્રિય સમૂહ વિદ્વાનને પણ વિષય તરફ ખેંચી જાય છે. પૂર્વોક્ત ભાગવત તથા મનુસ્મૃતિના કે બહુજ ઠીક છે. અર્થાત્ જ્યાં સ્ત્રીને સંસર્ગ હોય ત્યાં બ્રહ્મચારી વાસન કરે, એટલું જ નહિ પરંતુ જૈન સિદ્ધાંત પશુ અને નપુંસકેના સંસર્ગમાં રહેવાની સખત મનાઈ કરે છે, કારણ કે પશુઓને એવા પ્રકારનું જ્ઞાન નથી હતું કે આ મહાત્મા બેઠા છે. માટે તેની દષ્ટિ સન્મુખ વિષયસેવન ન કરવું તેઓ તે જરૂર અનાદિ કાળથી સ્વશિર પર લાગેલ મૈથુન સંજ્ઞાને આધીન થએલ ચેષ્ટાઓ કરશે. તેવી ચેષ્ટાઓ અપૂર્ણ તત્વજ્ઞાનીઓ જેવી નહિ. જ્યારે પૂર્ણ તત્વજ્ઞાની સર્વજ્ઞ તે સર્વ જગને જૂએ છે, પરંતુ તેઓને રાગદ્વેષને સર્વથા અભાવ હોવાથી કેઈ દોષ નથી. ઈતર મહા
ત્મા પુરૂષને સંસારી જીવે કરતાં રાગ ઓછા હોય છે, પરંતુ સર્વથા. તેને નાશ નહિ હેવાથી જરૂર વિપ્રતિપત્તિને ભય છે તેજ કારણથી શ્રીવીતરાગ ભગવાને તત્ત્વદષ્ટિથી જોઈ, સ્ત્રી પશુ અને નપુસંક રહિત વસતિમાં રહેવાની આજ્ઞા આપેલી છે. જ્યારે વ્યાધ્રાદિના ભય માટે નીડર રહેવા ભલામણ કરે છે, કારણ કે તે ભયે તે આ ભવ સંબંધી દ્રવ્ય પ્રાણને જ નાશ કરનાર છે. પરંતુ પૂર્વોક્ત સ્ત્રી આદિ ભય ભવ પ્રાણુને નાશ કરનાર હોવાથી નિષેધેલ છે.
વળી તપ્ત જળ પીવાની આજ્ઞા કરવામાં આવેલ છે તે તપેલ જળ જેવું તેવું નહિ, પરંતુ વિદડેસ્કલિત અર્થાત્ ત્રણ વાર ઉ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org