________________
ધર્મદેશના
wananmunaa
(૧૦૦) છેડશે નહિ, પરંતુ આ બહુલ સંસારી જીવ ઉલટા વિચાર વમળમાં પડે છે. અને વિચારે છે જે “સાધુજનની પાસે વિશેષ જવું સારું નહિ; કારણ કે તેઓ ધન્ધ તે સંસારને અસાર બતાવવાનું રહે, તે ન માલુમ કઈ વખત કે એ સમય હોય, અને કદાપિ વૈરાગ્ય રંગ લાગી જાય તો તે ઠીક નહિ, માટે સાધુઓની પાસે જવું નહિં. વળી કોઈ અન્ય જન જતું હોય તે તેને પણ વારે અને કહેવું કે શું ભાઈ ! સંસારમાં ધર્મરાધન થતું નથી?” .
ઈત્યાદિ વિચાર કરનાર માણસ જન્માંતરમાં સમ્યકત્વની પ્રાપ્તિ કરી શક્તા નથી, તે પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે મોજ કયાંથી? તેટલાજ સારૂ માતા પિતાદિકના સ્નેહમાં પડવાનું નિષેધતા થકા ભગવાન્ કહે છે કે – मायाहिं पियाहिं बुप्पश् नो सुलहा सुगई य पेचओ। __ एयाइं जयाई पहिया आरंना विरमेज मुव्वए ॥३॥ जमिणं जगती पुढेाजगा कम्मेहि लुप्पति पाणियो। सयमेव कडेहिं गाहणो तस्स मुच्चेज पुठ्ठयं
ભાવાર્થ–માતા પિતાના મેહ વકે મહિત થએલ જીવ પર લેકમાં સુગતિને ભાજન થતું નથી. પ્રત્યુત દુર્ગતિને પ્રાપ્ત કરે છે. દુર્ગતિમાં છેદન, ભેદન, તાડન, તર્જનાદિ દુખે જોઈ આરંભાદિ ક્રિયાથી વિરમેલ જીવ સુવ્રતી ગણાય છે. જેઓ આરંભથી નિવૃત્ત થતા નથી તેવા પ્રાણીઓ આ અનિત્ય અને અશરણ જગમાં સ્વકર્મ વડે એકલા લેપાય છે અર્થાત્ નાશ પામે છે, કારણ કે કરેલું કર્મ ફળ આપ્યા વિના છેડતું નથી.
વિવેચન–અન્ય લેહમય સાંકળે શારીરિક બળથી તેડી શકાય, પરંતુ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ધન, બધુ રૂ૫ અલેહમય શેખલાઓ બળથી ટૂટી શકતી નથી. તેને તેડવામાં પરમ વૈરાગ્ય રૂપ તીણ કુઠારની અપેક્ષા છે. મેહમાં મસ્ત બનેલે મનુષ્ય પાકમાંજ દુર્ગતિ પામે છે. એટલું જ નહી, પરંતુ આ ભવમાં પણ તે સુખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org