________________
લાભના જય.
( ૯૫ ) રહિત માણસને ચક્રવત્તીની ઋદ્ધિ મળે અથવા તેા વાસુદેવ બળદેવની સાહેબી પ્રાપ્ત થાય તે પણ લેાલ શાંત થતા નથી,
લાભ કરવાથી જ્ઞાન, દર્શન તથા ચારિત્ર રૂપ નિશ્ચળ લક્ષ્મીના નાશ થાય છે. ચંચળ તથા વિનમ્બર લક્ષ્મી કદાચ પ્રાપ્ત થાય તાપણુ તે રહેનાર નથી, કાંતે લક્ષ્મી ચાલતી થશે અથવા તે લેાભી માણુસ પેાતેજ પરલોકના માર્ગ પકડશે તેટલાજ સારૂ તૃષ્ણા મહાદેવીના સંગ સ્વપ્ન પણ કરવા નહિ. તૃષ્ણા મહાદેવીના સંગથી અનન્ત જીવા નષ્ટ ભ્રષ્ટ થઈ દુર્દશા ભોગવી દુર્ગતિ પામ્યા છે. તથા આ લાકમાં પણ મહા દુઃખી થયા છે. દાખલા તરીકે મમ્મણુ શેઠ કે જેની પાસે અગણિત દ્રવ્ય હતુ, છતાં પૂર્વ ભવના લાભથી તેને તેલ અને ચાળા ખાવા પડ્યા.
ઃઃ
‘પૂર્વ ભવમાં સમ્મણુ શેઠનેા જીવ એક સામાન્ય વૈશ્ય હતા. અને તે વૈશ્ય કુંવારો હતા. એક દિવસે કોઈ ધનાઢ્ય શેઠે પેાતાની જ્ઞાતિની અન્દર લાડુનું લાગ્યું કર્યું, ત્યારે તે કુવારા વૈશ્યને એક લાડુ મળ્યા. તે લાડુ તેણે રાખી મૂકયે, એવુ ધારીને કે આગળ ઉપર કોઇ વાર ખાવા થશે. એક દિવસે એવા જોગ અન્ય કે પાતે નિશ્ચિન્ત રીતે ઘરમાં બેઠા હતા, તેવામાં પંચ મહાવ્રતધારી, પરોપકારી, પાદચારી તથા માસેાપવાસી મુનિરાજ શુદ્ધ આહારની ગવેષણા કરતા થકા, પૂર્વના ભાગ્ય ગે તેના ઘર પર આવી ચડ્યા. મુનિને જોઇ તેણે નમસ્કાર કર્યાં અને વિચાર્યુંઃ—‘અહે! હું ધન્યભાગ્ય છું, મારે ઘેર મુનિવરના પગલાં થયાં; પરન્તુ રસોઇ તૈયાર થઇ નથી, હવે મુનિવરને શુ વેારાવવું ?’ આ પ્રમાણે મનમાં ક્ષણવાર આકુળ વ્યાકુળ થયા ખાદ તરતજ યાદ આવ્યું કે લાડુ પડયા છે તે મુનિરાજને ચેાગ્ય છે. આમ ધારી સાડી માર સાનામહારના ખર્ચે બનેલે! લાડુ મુનેિરાજને વહેારાગ્યે, અને આત્માને ધન્ય માની પેતે બેઠેલ છે. તેટલામાં પાડાસણ તેને કહેવા લાગી કે પેલે લાડુ તમે ખાધે ? તેના ઉત્તરમાં જણાવ્યુંઃ— ના.’ તે વારે તે પાડાસણે કહ્યું કે તે લાડુ કયાં ગયા ? તેણે જ્વાબ આપ્યો કે એ તો મુનિવરને વહેારાવી દીધે, ‘પાડાસણે કહ્યું- અરે ભુંડા ! તે લાડુ ખાવા જેવા હતા.” આમ સાંભળી પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org