________________
( ૭૮),
ધમ દેશના.
જોવામાં આવ્યાં ત્યારેજ શાસ્ત્રકારે કહ્યું કે “ગુરતા સુત્રાતા તય ન તુ તમેન જીવનમાં આ પ્રકારના વાકયની અંદર ભારે ગંભીર આશય રહેલે છે, તે શ્રીવીતરાગ ભગવાનના શાસન સિવાય અન્ય સ્થળે છેજ નહિ એ ચોક્કસ વાત છે. શિખી, મુંડી, જટી, કષાયી, નગ્ન વિગેરે સાધુઓ જેવામાં આવે છે, પરંતુ તેઓની અંદર ત્રતાદિની દઢ પ્રતિજ્ઞા જોવામાં આવતી નથી, પ્રતિજ્ઞા કરતા હોય અને તેને પૂર્ણ પાળતા હોય તે તે જૈન મુનિવરેજ છે, કે જેઓના આચાર વિચારનું વર્ણન આ દેશનાની અંદર વાંચનારને કંઈ એક સ્થળે દષ્ટિગોચર થશે. એ તે સર્વ કેઈ સ્વીકારી શકે તેમ છે કે કપડામાં ધર્મ નથી, પરંતુ પરિણામમાં ધર્મ છે. અલબત, કપડાં કિલ્લા રૂપ છે જેમ કિલ્લા વિના રાજા શહેરની રક્ષા કરી શક્યું નથી, તેમ મુનિના વેષ વિના મુનિ સ્વાચારને પાળી શક્તા નથી. કેઈક જીવનું કલ્યાણ બેશક મુનિવેષ ધારણ કર્યા સિવાય પણ થએલું છે, પરંતુ તે માર્ગ રાજમાર્ગ નથી, જ્યારે મુનિવેષ તે કલ્યાણને રાજમાર્ગ છે માટે –
માયા જાળ છેડી, શાંતિમાં ચિત્ત ચેડી, ઈદ્રિય ન્યૂડને ધર્મ સાધનમાં જેડી, માન મદ તેડી, પ્રભુ આગળ ઉભા રહો કરજેડી, કલ્યાણની વાર છે હવે થેડી, જાએ સંતે મેક્ષ દેડી, જે નહિ રાખે માયા કોડી,
એમ કહે ધર્મ ધરી, સત્ય વાત જરાન ચેરી.” માયાવી પુરૂષના વિદ્યા વિનય વિવેકાદિ સદગુણો આ વિશ્વમાં નિષ્ફળ થાય છે, એટલું જ નહિ પરંતુ માયાવી માણસ વિશ્વાસને પાત્ર રહેતું નથી. તેના હાથથી થતાં શુભ કાર્યો પણ પ્રપંચમાં ખપે છે, તેટલાજ સારૂ માયા મહાનાગણીના સંબંધથી હમેશાં દૂર રહેવું.
તેનાથી દૂર રહ્યા છતાં પણ કદાચ લેકે માયાવી કહે, તે તેની દરકાર નહિ. કારણકે સાચને આંચ નથી. હમેશાં સત્યને જય છે. વર્તમાન સમયમાં લેકની અંદર બુદ્ધિમાન પુરૂષને પણ પ્રપંચી શબ્દથી વ્યવહારમાં મૂકવામાં આવે છે, પરંતુ તેટલા સારૂ ડરી જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org