________________
(૯૨)
હમે દેશના. ખોટું નાણું તથા ખેટા સેગન વડે કરીને જુગારી રે ધનવાન પુરૂષને ઠગે છે.
વિવેચન-જુગારી માણસ પ્રાયઃ સર્વ વ્યસનમાં પૂરે હોય છે. કઈ કઈ વાર તે ખૂન કરવા સુધીનું સાહસ શિરપર ઉઠાવવા ચૂકતે નથી. પૈસા જુગારમાં હારી જવાથી જ્યારે પાસે એક પાઈ પણ રહેતી નથી, ત્યારે તે અનેક પ્રકારના પ્રપંચે રચે છે. માતા, પિતા, ભાઈ, બેન, પુત્ર, પુગી વિગેરે સમસ્તને ઠગવાના ઉપાયે કરવામાં તેમિલકુલ પાછી પાની કરતું નથી. કેઈ કઈ વખતે તે એવા અનર્થ ઉભા કરે છે કે જેના શ્રવણ માત્રથી પણ કંપારી છૂટે. પાંડ તથા નલરાજા જેવા સત્પની પણ દુરદર ( જુગારે) કેવી દશા કરી તેને વિચાર કરી જુગારને સર્વથા ત્યાગ કરવેજ જોઈએ.
આવા પ્રકારના માયા પ્રપંચને લીધે અન્ય સંબધ હેવા છતાં ઠગાઈ થવાને પ્રસંગ આવી લાગે છે. જેવી રીતે કહ્યું છે કે –
दम्पती पितरः पुत्राः सोदर्यः सुहृदो निजाः । ईशा भृत्यास्तथान्येऽपि माययाऽन्योन्यवञ्चकाः ॥१॥
માયા વડે કરીને પુરૂષ પિતાની સ્ત્રીને તથા સ્ત્રી, પુરૂષને છેતરે છે. ભાઈ ભાઈને તથા મિત્ર પોતાના મિત્રને ઠગે છે. સ્વામી, સેવકને અને સેવક પોતાના સ્વામીને. એમ પિત પિતામાં અન્ય અન્ય ઠગાઈ કરે છે.
વિવેચન—આ સંસારની અંદર જ પિત પિતાના સ્વાર્થને લઈને પ્રપંચ રચે છે. જે જેને આપણે અજ્ઞાન સમજીએ છીએ તે છે પણ સ્વાર્થ સમયે કેવા બુદ્ધિમાન બની જાય છે તે જોવાનું છે. દાખલા તરીકે બગલે જ્યારે તળાવમાં જશે, ત્યારે પાણી જરા પણ હાલે ચાલે નહિ તેવી રીતે પગ ઉપાડશે અને મૂકશે, પરંતુ જેવામાં માછલું અથવા દેડકું હાથ લાગ્યું કે તરત એવી ચાંચ ચલાવશે કે તે વખતે તેની તમામ ભક્તાઈ દૂર ચાલી જશે. આ એક સામાન્ય દષ્ટાન્ત સમસ્ત સ્વાર્થોધ પુરૂમાં ઘટાવી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org