________________
માયાનું સ્વરૂપ.
(૬૩)
થએલ કયા પુરૂષનું ચિત્ત ભમે નહિ ? અર્થાત્ દરેકનું ચિત્ત એકવાર ભ્રમિત તે જરૂર થાય છે. કપટી સાધુ જે અનર્થ ઉત્પન્ન કરેછે, તેવા અનર્થ અન્ય જીવથી થવા મુશ્કેલ છે.
આ હિન્દુસ્તાનની અન્તર વર્તમાન સમયમાં આવનથી અઠાવન લાખ જેટલા નામધારી સાધુએ છે. તેએમાંથી કેટલાક યશાવાદ– કીર્ત્તિ તથા ધન માલ વિગેરેને આધીન થઇ પોતાના આચારને જલાં જલિ આપે છે, ઉન્મત્તતામાં મસ્ત બની શાસ્ત્રમાર્ગને તિલાંજલિ ઇ સ્વેચ્છાચારી પણે વર્તતા જોવામાં આવે છે. દષ્ટાંત તરીકે હિન્દુશાસ્ત્ર જેવાં કે મનુસ્મૃતિ, કૂર્મ પુરાણ, વરાહપુરાહ, મત્સ્યપુરાણુ, નરસિંહપુરાણ આદિ અનુસાર વર્ણાશ્રમાધિકારની અંતર્ગત સન્યસ્તાધિકારમાં વર્ણવાએલા સન્યાસીઓને! આધકારઅહીં દિગ્દર્શન માત્ર બતાવીશ તે તે અપ્રાસ ંગિક નહિ ગણી શકાય, નરસિંહપુરાણ, અધ્યાય સાઠમા, પૃષ્ઠ ૨૬૩ માં શ્લાક નીચે મુજબ છેઃ—
ततः प्रभृति पुत्रादौ सुखलोमादि वर्जयेत् । दद्याच्च भूमावुदकं सर्वभूताऽजयङ्करम् ॥ १ ॥
વાનપ્રસ્થાશ્રમની બાદ સન્યાસી અને છે, માટે ‘સતઃ મૃતિ ’ એ પ્રમાણે આ શ્લોકની અન્દર કહેલ છે, અર્થાત્ દીક્ષા દિવસથી માંડીને મરણુ પર્યન્ત પુત્રાદિની અન્દર સુખના લેાભ વિગેરેના ત્યાગ કરે. પૃથ્વી ઉપર જલાંજલિ આપે એટલે કે એવી પ્રતિજ્ઞા કરે જે સર્વ જીવને અભય કરનાર હાય.
વિવેચનઃ—દીક્ષાના દિવસથી લઇને મરણુ પર્યન્ત કોઇ પણ પ્રકારના પ્રેમભાવ પુત્ર, પુત્રી, સ્ત્રી, તેમજ ધન-દોલતમાં કરવા નહિ, કાઇ જીવને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ, અર્થાત્ સર્વ જીવોના અચાવ થાય તેમ વર્તવું. આ વાકયથી તમામ પ્રકારની હિંસા પ્રવૃત્તિને નિષેધ કરવામાં આવેલે છે, તેના પૂરાવાને માટે વળી સ્મૃતિના તથા પુરાણાના શ્લોકો નીચે પ્રમાણે છેઃ—
न हिंस्यात् सर्वभूतानि नानृतं वा वदेत् कचित् । नाहितं नामियं ब्रूयान स्तेनः स्यात् कथञ्चन ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org