________________
પારમાથિ લેખસંગ્રહ
[ ૭૭ અને દશમેહ શિથિલ થયે એટલે ચારિત્રહની શિથિલતાનો માર્ગ ખૂલ્લી જવામાં વાર લાગતી નથી. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રવેશ કરે છે અને બીજી તરફ વિકાસમુખ આત્મા પણ રાગદ્વેષને પ્રભાવને કમ કરવાને માટે પોતાના વીર્ય–બળને પ્રયોગ કરે છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં માનસિક વિકાર અને આત્માની પ્રતિદ્વન્દ્રતામાં કોઈ એક તે કઈ બીજે લાભ પ્રાપ્ત કરે છે. અનેક આત્માઓ એવા પણ હોય છે કે-રસ્થિભેદ કરવા
ગ્ય બળ પ્રગટ કરીને પણ છેવટે રાગદ્વેષના તીવ્ર પ્રહારથી આહત બની–હાર ખાઈને પિતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અનેક વાર પ્રયત્ન કરવા છતાં પણ રાગદ્વેષ પર જ્યલાભ પ્રાપ્ત કરી શકતા નથી. ઘણા આત્માઓ એવા પણ હોય છે કે–તેઓ ન તે હાર ખાઈને પાછા ફરે અને ન તો જયલાભ પ્રાપ્ત કરે, કિન્તુ ચિરકાળ સુધી આધ્યાત્મિક ચુદ્ધના મેદાનમાં પડી રહેલા હોય છે. કેઈ કે આત્મા એવા પણ હોય છે, કે જે પિતાની શક્તિને યથોચિત પ્રયોગ કરીને આ આધ્યાત્મિક યુદ્ધમાં રાગદ્વેષ પર જયલાભ પ્રાપ્ત કરી લે છે. કોઈ પણ માનસિક વિકારની પ્રતિદ્વન્દ્રતાની આ ત્રણે અવસ્થાઓમાં કદિ હાર ખાઈને પાછા ફરવું, કદિ પ્રતિસ્પર્ધામાં સ્થિર રહેવું અને કદિ લાભ પ્રાપ્ત કરે, આ અનુભવ દરેકને હોય છે. આ જ સંઘર્ષ કહેવાય છે. સંઘર્ષ વિકાસનું કારણ છે. ચાહે વિદ્યા, ધન, કીર્તિ આદિ કોઈ પણ ઈષ્ટવસ્તુ પ્રાપ્ત કરતી વખતે અચાનક અનેક વિદને ઉપસ્થિત થાય છે અને એની પ્રતિદ્વન્દ્રતામાં ઉક્ત પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org