________________
૫૬ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તો મુક્તિ હાથમાં જ છે. જે પ્રયત્ન લોકેને રંજન કરવાને નિરંતર કરે છે, તેવો પ્રયત્ન જે તમારા આત્માને માટે કરો તે મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરુપ છે. સ્વભાવદશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદ્ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી, અન્ય સંગને ત્યાગ કરી, આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થવાથી આ પરદ્રવ્યને અવશ્ય વિગ થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ગ્ય છે. તત્વષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી? અર્થાત સર્વ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયેના વિષયોથી, કલ્પવૃક્ષે અને કામધેનુ આદિથી પણ કેઈ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિ. જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યું છે કે"पुद्गलैः पुद्गलास्तृप्ति यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ॥ १॥"
અર્થાત-પુદ્ગલથી પુગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને-પચિંતનને સમારેય જ્ઞાની-મુનિરાજને ઘટતો નથી.
આત્માર્થ અર્થે જિનાગમ શ્રી જિનાગમ ઉપશમસ્વરૂપ છે. ઉપશયસ્વરૂપ એવા સપુરૂષોએ ઉપશમને અર્થે પ્રરૂપ્યા છે તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું તે તે જિનાગમનું શ્રવણ–વાંચન નિષ્ફળરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org