________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૫૩
સિદ્ધાંત ભણતાં, ગુર્વાદિકની સેવા કરતાં અને સત્યમાગમમાં રહેતાં તાત્ત્વિક ત્યાગ જેને ‘જ્ઞાનભિત વૈરાગ્ય ? કહેવામાં આવે છે તે પ્રગટ થાય છે. પરંતુ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતા જ હાય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલા હાય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલા હાય, તેા આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ પડશે. સ્ત્રીપુત્રાદિ જે બંધનનાં કારણેા હતાં, તેના કરતાં આ શિષ્યશિષ્યાદ્વિ વધારે મધનનાં નિમિત્તો થશે. પ્રથમના કમ બંધના કારણેાથી આ વિશેષ ધનનાં કારણા થઈ પડશે. પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના મામાં આ જીવ માનતા હતા, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધના પ્રભુના માગ માં વિશેષ પ્રકારે પ્રતિબધરૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત અનાવી મૂકશે.
જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારા થતા રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે. એ નિશ્ચય દૃઢ થાય, આ શુભ અધનામાં પણ ક્યાંઈ ન બંધાયેા હાય, મત-મતાંતરના કદાગ્રહા સ્યાદ્વાદ શૈલીના જ્ઞાનથી તેાડી પાડ્યા હાય, ક્રોધ-માનાદિ કાયાને પાતાળા કરી નાંખ્યા હાય અને ગુરુકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હાય, તે તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
હવે તેને કમ કાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org