________________
૩૦ ]
શ્રી જી. અ. જૈતુ થથમાલા
વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. ૩૦
આ નય અને સ્યાદ્વાદના સમધને સૂચવનારા પદ્યનું નીચે મુજમ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે—
૪-શ્રુત એટલે શું ? ઉ-આગમજ્ઞાન તે શ્રુત.
પ્ર-શું મધું શ્રુત એક જ જાતનું છે કે તેમાં જાણવા જેવા ખાસ ભેદ છે?
ઉ-ભેદ છે. પ્ર-તે કયા?
ઉ-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તા અશગ્રાહી વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજો સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અ'શગ્રાહી તે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત.
આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કાઈ એક તત્ત્વ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આખા વિચાર તે તે તત્ત્વ પૂરતું સ્યાદ્વાદશ્રુત અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશેા ઉપરના ખંડ વિચારો તે નયશ્રુત, આ વિચારા એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયશ્રુત અને બધાનું પ્રસ્તુત તત્ત્વ પરત્વે એકીકરણ તે તે સ્યાદ્વાદશ્રુત. કાઈ એક તત્ત્વ પરત્વે નય અને સ્યાદ્વાદશ્રુતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય. પ્ર॰દાખલા આપી સમજાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org