________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૩ વિજેતાને શિષ્ય થાય, એવી યા બીજા પ્રકારની જે પ્રતિજ્ઞા થઈ હોય તેને પૂર્ણ કરાવવી તથા પારિતોષિક આપવું એ છે.
અન્ય વિદ્વાને વાદ, જલ્પ અને વિતંડા એમ કથાના ત્રણ વિભાગે માને છે. છેલ વિગેરેને પ્રયોગ જેમાં થાય તે કથાને “જપે કહેવામાં આવી છે. સ્વપક્ષસ્થાપન તરફ પ્રવૃત્તિ નહિ કરતાં પરપક્ષને પ્રતિક્ષેપ કરવા તરફ વાગાડંબર ઉઠાવો એને “વિતંડા” કહેવામાં આવી છે. આ વિતંડા વસ્તુસ્થિતિએ કથા હવાને ચગ્ય નથી. જલ્પ કથાને વાદમાં સમાવેશ થઈ શકે છે. જિગીષના છ વારિત્વ યા પ્રતિવાદીત્વમાં જે કથા ચાલે છે તેને વાદકથા પણ કહી શકાય છે.
વાદકથામાં છલપ્રયોગ ન થાય એ ખરી વાત છે, પણ કદાચિત અપવાદ દશામાં છલપ્રયોગ કરવામાં આવે તો એથી તે વાદકથા મટી શકતી નથી. “જલ્પને વાદકથાનો જ એક વિશેષ ભાગ માનીએ તે એ છેટું નથી.
પ્રકારાન્તરથી વાદના ત્રણ ભેદ પડે છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ. બકવાદી અધર્માત્માની સાથે જે વાદ કરે તે “શુષ્કવાદ છે. ફક્ત વિજયલક્ષ્મીને ચાહનાર એવા વાવદૂક સાથે જે છલ-જાતિપ્રધાન વાદ કરો તે “વિવાદ છે. મધ્યસ્થ, ગંભીર અને બુદ્ધિમાન એવા શાણુ મનુષ્યની સાથે શાસ્ત્રમર્યાદાપૂર્વક જે વાદ કરે તે ધર્મવાદ છે. આ ત્રણ વાદમાં છેલ્લો જ વાદ કલ્યાણ કારી છે. પહેલે વાદ તે વસ્તુતઃ બકવાદ છે. બીજે વાદ પણ જોખમભરેલો અથવા ફલરહિત છે. દેશ, સમય, સભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org