________________
૨૨ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા એવા બહુશ્રુત તથા પ્રતિભા, ક્ષમા અને માધ્યસ્થભાવવાળા હોય. આવા સભ્યો વાદી-પ્રતિવાદી બન્નેની સંમતિપૂર્વક મુકરર કરવામાં આવેલા હોવા જોઈએ.
સભાસદનું કર્તવ્ય એ છે કે-વાદસ્થાન સ્થિર કરવું અને જે વિષય ઉપર વાદકથા ચલાવવાની હોય તેને પ્રસ્તાવ તથા પૂર્વપક્ષ–ઉત્તરપક્ષને નિયમ કર, તેમજ વાદી–પ્રતિવાદીની પરસ્પર સાધક-બાધક યુક્તિઓના ગુણદૂષણનું અવધારણ કરવું. વળી સમય ઉપર ઉચિત રીતે યથાર્થ તત્વને જાહેર કરી કથા બંધ કરાવવી. એ પ્રમાણે ફલની ઉદ્ઘેષણ કરવી અર્થાત્ વાદી-પ્રતિવાદીના જય અને પરાજ્ય હોય તે વિષેનું પ્રગટીકરણ કરવું.
વાદને માટે સભાપતિ એ હવે જોઈએ કે જે પ્રજ્ઞાવાન, આણેશ્વર અને મધ્યસ્થષ્ટિ હોય. પ્રજ્ઞા વગરને સભાપતિ વાદભૂમિની અંદર કેઈ પ્રસંગ પર તાત્ત્વિક વિષય પર બોલવાનું આવી પડે તે શું બોલી શકશે? એ માટે સભાપતિમાં પ્રથમ ગુણ પ્રજ્ઞા આપેક્ષિત છે. આશ્વરત્વ ગુણ પણ સભાપતિમાં અતિ આવશ્યકતા ધરાવે છે, નહિ તે કદાચિત્ કલહ-ફિસાદ ઊભું થતાં વાદકથાનું પરિણામ શું આવે? એ જ પ્રમાણે મધ્યસ્થ દષ્ટિ રાખવાને પણ સ્વભાવ સભાપતિને માટે અતિ જરૂર છે.
સભાપતિનું કર્તવ્ય વાદી, પ્રતિવાદી અને સભાસદથી પ્રતિપાદિત થયેલા પદાર્થોનું અવધારણ કરવું, વાદમાં કઈ ઝઘડે ઊભે કરે તે તેને અટકાવ અને વાદ પહેલાં વાદી-પ્રતિવાદીમાં જે પ્રતિજ્ઞા થઈ હેય અર્થાત્ જે હારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org