________________
૩૬૦ ]
શ્રી જી. અ. જૈત ગ્રન્થમાલા
જ્યારે કાઈ પણ પ્રકારના પૂર્વગ્રહ અધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્મા પણ સ્યાદ્વાદ પ્રધાન જૈનદર્શનની તત્ત્વવ્યવસ્થાને સમજી શકતા નથી અને પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ડૂબી જાય છે.
સ્યાદ્વાદ સિદ્ધાંતના ઉદ્દેશ એ જ કે--કાઈ પણ સમજદાર વ્યક્તિ કાઈ વસ્તુના વિષયમાં સિદ્ધાંત નિશ્ચિત કરતી વખતે પેાતાની પ્રમાણસિદ્ધ થતી પ્રામાણિક માન્યતાઓને ન છેડે, પરંતુ અન્યની પ્રામાણિક માન્યતાઓના પણ આદર કરે.
સ્યાદ્વાદ સિદ્ધાંત હૃદયની ઉદારતા, દૃષ્ટિની વિશાળતા, પ્રામાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુના વિવિધપણાના ખ્યાલ પર જ છે.
સ્યાદ્વાદી એટલે ‘આ પણ સાચું ને તે પણ સાચુ” • આમેય ખરૂં ને તેમેય ખરૂં '–એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી હાતા. સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહેતા પણ નથી, ઉલ્ટું તે તા દૃષ્ટિને સ્થિર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે.
ભગવાન મહાવીરના સ્યાદ્વાદના પાઠ જગની ભિન્ન ભિન્ન જણાતી વિચારસરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાષ્ટિએ સમન્વયના ધારણ પર વિચારવાનું શીખવે છે.
અનેકાન્ત એટલે કાઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિઓના તપાસપૂવ કના અનેક દૃષ્ટિના-અપેક્ષાઆના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org