________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૩૫ “હું કર્તા પરભાવને, ઈમ જિમ જિમ જાણે,
તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે,
ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય એ પદાર્થોનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ અંતર્ગત જીવ પણ એક દ્રવ્ય વા તત્ત્વ છે. તેને સામાન્ય સ્વભાવ ઉપગલક્ષણ એ જ છે. વળી દયા, દાન, ત્યાગ એ સર્વ કલ્યાણથી જ સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે; પરંતુ એ સર્વથી નિરાળી ઓળખ જીવતત્ત્વ–આત્મતત્ત્વની જે જીવને થાય, તે વાસ્તવિક એકનિષ્ટપણે સમ્યક્ પ્રકારે પ્રવર્તી શકે.
સંસારનું મૂળ કારણ આત્મ-અજ્ઞાન છે અને તે સંસારી જીવને અનાદિકાળથી વર્તી રહ્યું છે તેથી જ વર્તમાન દેહમાં આત્મબુદ્ધિ કરી નવા નવા શરીર ધારણ કરી રહ્યો છે.
જીવ અને દેહની ભેદબુદ્ધિરૂપ સુપ્રતીતિ કઈ તથા– ૫દશાવાન મહપુરૂષના જોગ અને સંગ વિના તથા જડથી ઓસરી કંઈક જીવ સન્મુખ દષ્ટિ થયા વિના આવતી નથી.
મનુષ્યજન્મની સાર્થકતા બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે, તે બુદ્ધિ અને કર્તવ્યપાલન છે. બુદ્ધિથી કર્તવ્યની શોધ કરવામાં આવે છે. બુદ્ધિના અજમાવ્યા વગર કર્તવ્ય પર પ્રકાશ પડતું નથી અને કર્તવ્ય સમજ્યા વગર કર્તવ્યપાલન બની શક્યું નથી.
પિતામાં ગમે તેટલી મહાન શક્તિ, બુદ્ધિ અને ઉત્તમ શિક્ષણ હેય, છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ મનુષ્ય કાર્ય કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org