________________
૩૩૪]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સત્ પ્રત્યેની અરુચિ એ અનંતાનુબંધી કષાય સમાન છે.
અનાદિકાળના પરિભ્રમણમાં જીવને અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા અને અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું; માત્ર સત્ શુક્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી. એ મળે, એ શુયે અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
પરમાથે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય–થાય, ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ–પુદુંગલનું, જડ-ચેતનનું ભેદજ્ઞાન નહિ હેવાથી ઉપલક દષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે.
બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે કિયા કરતું માને તે અજ્ઞાની છે, કારણ કેબે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું, તે શ્રી જિનને મત નથી.
આત્મા પિતાના જ પરિણામને કરે છે, પુદ્ગલ પરિણામને કદી કરતા નથી. આત્માની અને પુદગલની બન્નેયની કિયા એક આત્મા જ કરે છે એમ માનનારા અજ્ઞાની છે. જે જડ-ચેતનની એક કિયા હેય, તે સર્વ દ્રવ્ય પલટી જવાથી સર્વને લેપ થઈ જાય-એ માટે દેષ ઉપજે. સમ્ય
દૃષ્ટિ આત્માને ભેદજ્ઞાન હેઈ જડ-પુદ્ગલને આત્માથી ભિન્ન દષ્ટિએ નિહાળે છે અર્થાત એક જ્ઞાતા તરીકે જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org