________________
૩૨૮]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તે તેનો આરંભ જ ન કરો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવો એ બુદ્ધિનું બીજું લક્ષણ છે.
જેઓ ચુનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યોગ્યતા ધરાવે છે અર્થાત સ્વયં આત્મધર્મવિમુખ હેઈ અન્યને ધર્મી બનાવવાનો ડોળ કરે છે, તેવા કુગુરૂની કક્ષામાં ગણાય છે.
સ્વ–આત્મામાં પ્રત્યેક ધર્મસ્થાન પ્રાપ્ત થયા પહેલાં, ગ્યતા આવ્યા પહેલાં, બરાબર પરિણમવા પૂર્વે વિધિજ્ઞાન અને સ્વરૂપ સમજ્યા વિના અન્યને ઉપદેશવા પ્રયત્ન કર, એ વિના રસવતીએ ભજનને આગ્રહ કરવા બરાબર છે.
જ્યાં મનુષ્યના હૃદયમાં અધિકારની પ્રભુતા આવી જાય છે, ત્યાં ન્યાયની ઈચ્છા રાખવી તે વેળમાંથી તેલ કાઢવા બરાબર છે.
જેઓ આત્મભેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરે છે, તે પિતાની જાતને મહા નુકશાન કરે છે.
પક્ષપાતયુક્ત બુદ્ધિવાળે માણસ અંધશ્રદ્ધાથી વસ્તુતત્વને યથાસ્થિત વિચાર કરી શક્તા નથી, તે પછી ગુણને આદર ને દેશને ત્યાગ તે શી રીતે જ કરી શકે?
પક્ષપાત વિનાને જે વિશેષજ્ઞ હોય તે જ વિશેષજ્ઞ જાણ. પક્ષપાતી વસ્તુની બરાબર પરીક્ષા કરી શક્ત નથી અને પોતે જે વાત માની લીધી હોય તેનું જ સમથન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org