________________
૩૦૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
જેઓના હૃદય ઉપર માહની અસર થઇ હાય-મંદતા પામી ન હેાય, તેનું શાસ્ત્રજ્ઞાન વાદવિવાદને માટે થઈ પડે છેઃ અને માહ વિનાના વિદ્વાનાએ સંપાદન કરેલ શાસ્ત્રજ્ઞાન તેના આત્માના ઉદ્ધારને માટે થાય છે.
જ્ઞાની પુરૂષાએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચાસ દિવસ નિશ્ચિત ન કર્યાં હોત તે આવશ્યક વિધિઆના નિયમ રહેત નહિ; માટે આત્માર્થે તિથિની માઁદાના લાભ લેવા. ખાકી રાગ-દ્વેષની કલ્પના કરી ભ’ગજાળમાં પડતા આત્માને તે તે આવરણરૂપ થાય છે.
પૂર્વાચાર્યોએ જીવાના સ્વભાવ પ્રમાદી જાણીને ખએ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિને માટે ઉપવાસ નથી, પણ આત્માને અર્થે ઉપવાસ છે. હિતકારી શું તે સમજવું જોઈ એ. આઠમ વિગેરે તિથિની તકરાર તિથિ અર્થે કરવી નહિ, પણ લીલેતરી આદિના રક્ષણ અથૅ કરવી.
અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં શાસ્ત્રકારે કહ્યું છે કેમાનધિદ્રવ્યપંચાચા ચારિમા ’ આત્માને ઉદ્દેશીને જે પાંચેય આચારની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ વ્યાખ્યા જ જણાવે છે કે-ભાવચારિત્ર ટકાવવાને દ્રવ્યચારિત્રની જરૂરીયાત છે, માટે દ્રવ્યને ભાવનું કારણ માનીને ઉત્તમ નિમિત્તોને સેવવાપૂર્વક પાંચેય આચારને પાળે, તે બધા અધ્યાત્મ કહેવા યાગ્ય છે.
જે આત્મા જેવા છે તેવા પ્રકાશે એટલે પાતે જાણે,
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org