________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૯૯ દુર્લભ છે, કિન્તુ સતત્ અભ્યાસબળથી અંતર્મુખવૃત્તિને અમુક કાળાવછેદન પ્રાપ્ત કરી શકાય છે. ધેય ગુણને ખીલવ્યા વિના અંતર્મુખવૃત્તિના સાધક બની શકાતું નથી.
શાસ્ત્રોનું વાંચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે, તેમ તેમ અંતર્મુખવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે.
બહિર્મુખવૃત્તિથી બાહ્ય સાધનમાં પડેલા ભેદની લડાઈઓ અને તેનાં વિવાદોમાં જેઓ સમય વ્યતીત કરે છે, તેઓ અંતર્મુખવૃત્તિને સ્પર્શ પણ કરી શક્તા નથી.
ગચ્છાદિ ભેદને નિર્વહવા-નાના પ્રકારના વિક સિદ્ધ કરવા, તે આત્માને આવરણ કરવા બરાબર છે.
સાધનધર્મોમાં તકરાર કરવી, એ મૂળ મુદ્દાને ક્ષતિ કરનાર છે. સાધ્યની સ્પષ્ટતા હોય છે, જેને જે સાધન એગ્ય લાગે તે દ્વારા પિતાની મુક્તિ સાધે. આ દષ્ટિ સહિષ્ણુભાવ, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને ઉડા રહસ્યની આલોચના વગર આવે નહિ.
જૈનદર્શનમાં અનંતજ્ઞાની પરમાત્માએ આત્માને તરવાના અનેક સાધને બતાવ્યાં છે. તેમાંનાં જે સાધનથી. સાધ્યનું સામીપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ-અધિકાર મુજબ સમ્યુનિર્વહન થઈ શકે, તે સાધન સાધકને ઉપકારક છે.
ઉપાયે કેટલાક વિધિરૂપે તે કેટલાક નિષેધરૂપે–એમ બે પ્રકારના હોય છે, પરંતુ ઉદ્દેશને એક બાજુ મૂકી દઈ કેવળ ઉપાય સંબંધી ઝગડા કરવાથી કાંઈ કલ્યાણ થઈ શક્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org