________________
૧૭૮]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા વવા પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાને પ્રયત્ન કરનારા છે.
શ્રદ્ધા ચાને સન્માર્ગ પ્રત્યેની રુચિ, એ માનવસમાજનું અને જૈન સમાજનું અમૂલ્ય ધન છે. એ ધન જેટલું અમૂલ્ય છે, તેટલું જ તેનું રક્ષણ કરવું કઠિન છે. અમૂલ્ય વસ્તુઓને પડાવી લેનાર, પડાવી લેવા માટે તાકી રહેનારા અને એ ચાલ્યું જાય છે તે રાજી થનારા દુનિયામાં ઓછા દેતા નથી.
વિપરીત શ્રદ્ધાનરુપ મિથ્યાત્વના નાશને પરમ ઉપાય જગના એકના એક સન્માર્ગરૂપ શ્રી અરિહંતાદિ સુદેવ, સુગુરુ અને સુધર્મતત્વની યથાર્થ શ્રદ્ધાપૂર્વક આરાધના જ છે.
સાચી શ્રદ્ધા જે જડ શ્રદ્ધા શાસ્ત્રપ્રામાણ્ય પર અવલંબે છે અને આત્મનિક બનવાને પરિશ્રમ કથા વિના ધર્મનાં આશ્વાસન અનુભવવા ઈચ્છે છે, તે શ્રદ્ધા અથવા સદ્દભૂત અર્થોનું તથાવિધ આત્મપરિણતિ વિનાનું શ્રદ્ધાન અને સ્વાનુભવના પાયા પર સ્થિર અને દઢમૂલ થયેલી શ્રદ્ધા, એ બેમાં જમીન-આસમાનનો ફરક છે. શ્રદ્ધા એટલે કોઈ એક અથવા અનેક મતમતાંતર નહિ. પછી ભલેને તે ગમે તેટલાં સાચાં કાં ન હોય ? શ્રદ્ધા એ આત્માની આંખ છે. જેમ ભૌતિક ઈદિ દ્વારા ભૌતિક વસ્તુઓનું આકલન થાય છે, તેમ જે શક્તિવડે અતીન્દ્રિય-આધ્યાત્મિક વસ્તુઓનું આકલન થાય છે તે શક્તિનું નામ શ્રદ્ધા છે અને એ જ સાચી શ્રદ્ધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org