________________
પારસ્પાર્થિક લેખસ'ગ્રહ
[ ૧૫૧
પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે તે નવીન વિચાર
કરી શકે છે.
<<
આ સ વિચારાની ઉત્પત્તિનું મૂળ આપણા આત્મા છે. સત્તામાં રહેલી શક્તિ આવા વિચારી દ્વારા મહાર આવે છે. આટલી વાત યાદ રાખવી કે-અનેક વિચારે કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યુનાધિકતા દેખાય છે તે સત્તાશક્તિની ન્યૂનતાને લીધે નહિ, પણ સાધનની અયેાગ્યતાને લીધે થાય છે; માટે પૂર્ણ સાધના મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે.
,,
પેાતાના મનને પ્રતિકૂળ થઈ પડે તેવાં-ક્ષેાભ થાય તેવાં નિમિત્તોને પણ દૂર કરવાં અર્થાત્ સારાં નિમિત્તો ઊભાં કરી દેવાં. વળી અભ્યાસીઓએ આ વાત વારવાર સ્મરણમાં રાખવી કે અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસના અભ્યાસ સ્ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ ખમવી પડે છે-તેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી.
મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશના ઉપાય-જે માણસા વિચારશક્તિને ખીલવતા નથી તેના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારા હૈાય છે. કાંઈ પણ ફળપ્રાપ્તિના આશય વિના વારવાર તે જેમ-તેમ વિના પ્રત્યેાજને જેવા-તેવા વિચારા કર્યા કરે છે અને પ્રેય-પ્રેરક ભાવની ભિન્નતા તેઓમાં રહેતી નથી. એક જંગલી માણુસ કે અજ્ઞાન પશુ આડુંઅવળુ' વિના પ્રયાજને જેમ-તેમ ફર્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org