________________
42
જૈનતત્વ વિચાર જેમ જેમ આત્મા આગળ વધતું જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા. કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રાગ કે નહિ ષ, પણ કેવળ મધુર. શાંતિ જ હોય છે. આ શાંતિ આવતા પરવસ્તુનું–પૌદગલિક વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેને ઉપદેશ ઘણેભાગે અમેઘ હોય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીના વેર-વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિઓને ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પ કે વિકપે બીલકુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે, તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાને અધિકાર નથી. તેનું મન મનથી પર વસ્તુમાં લય પામી. જાય છે. આત્માના અખંડ સુખને તે ભક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવતું દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે, તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાને જ છે. આ પરવસ્તુના ચિંતનને ત્યાગ આમ કમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્વના જ્ઞાનથી બને છે.
જેવી રીતે પરદ્રવ્યોનું નિરંતર ચિંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જે આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે, તે મુક્તિ હાથમાં જ છે. જે પ્રયત્ન લેકેને રંજન કરવાને નિરંતર કરે છે, તે પ્રયત્ન જે તમારા આત્માને માટે કરે તો એક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા. તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરૂપ છે. સ્વભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org