________________
આત્મ ચિંતન
39
વૈરાગ્યની ભૂમિકા છે. દોષદર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા ત્યાગની પ્રથમ ઘણું જરૂર છે. આ ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિનરૂપ જણાતી રાજ્યવૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબ, સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓનો ત્યાગ કરાવશે.
આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં અને દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં ઘણાં કારણે ઓછા થશે, છતાં શરુઆતનો આ ત્યાગ હોવાથી એકને ત્યાગ કરાવી બીજી વસ્તુઓને તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે ત્યાં માતાપિતાના ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓના ઠેકાણે ગુરુભાઈએ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓના ઠેકાણે શિષ્યશિષ્યાઓ આવશે ઘરના ઠેકાણે ઉપાશ્રય-મઠ—ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવા પડશે, ધનના ઠેકાણે પુસ્તકે આવશે, તાબાં-પિત્તળ–સોના-રૂપાના વાસણેના સ્થાને લાકડાનાં ઉપકરણે ગોઠવશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરે પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિષ્યને સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં તે મદદગાર સાધન છે. પાપ-આશ્રવનાં સાધના ઠેકાણે પુન્ય–આશ્રવનાં કારણે છે. અશુભના સ્થાને એ શુભ સાધન છે. તાત્ત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org