SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 38 જૈનતત્વ વિચાર અહીં જે વાત કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે. જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક અને મેહક ગુણને લઈને થાય છે અને બીજુ તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદો છે તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ગ્ય છે. બીજુ ચિંતન વસ્તુત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા એગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંતા આત્મદ્રવ્ય છે. તેમાંથી જ્ઞાતાદૃષ્ટાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પિતાનું પિતાને ઉપયોગી છે અને પિતા માટે પિતામાં જ અનુભવ થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પિતાની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પિતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીવોના ચિંતન તે અવશ્ય ત્યાગ કરવા ગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ–આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે. પરંતુ માળ ઉપર ચડવામાં જેમ નિસરણની સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ નિસરણને ત્યાગ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનને ત્યાગ કરવાનું હોય છે. જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશેતેમનો આત્મા જેટલો નિર્મળ થ હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનને ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy