________________
351
ચિંતન કણિકા નિવૃત્તિ શ્રતજ્ઞાન દ્વારા જ કરે છે. માટે વ્યવહારશ્ય શ્રતજ્ઞાન હોવાથી તે જ અત્યંત લોકપકારી છે.
[૪૮૧ ] શ્રતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદષ્ટિનો વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થો સમજવાને લાયક બને છે, ઉત્સર્ગ– અપવાદ સમજાય છે. વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્વને વિચાર કરવાનું બળ આવે છે. સ્યાદ્વાદ દષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદોને અપેક્ષાએ સદૂભાવ સમજી શકાય છે.
[૪૮૨ ] સવ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. “સ્યા ” પદને અર્થ “કથંચિત્' છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથારૂપ જાણી ન લે, પણ ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરો કે આ ઉપદેશ કયા પ્રકારે છે?, કયા પ્રોજન સહિત છે? અને ક્યા જીવને કાર્યકારી છે? ઈત્યાદિ વિચાર કરીને અથ ગ્રહણ કરશે.
[ ૪૮૩ ]. તે વિવિધ દષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વરત સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવે નહિ. આ માટે સ્થાદ્વાદ ઉપચેગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હોય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ.
જ્યારે કેઈ પણ પ્રકારતે પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્વાદ પ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org