________________ ચિંતન કણિકા 31 ભક્તિ જ કહેવાતી નથી. ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખી કાળાનુસાર દેના પરિહારપૂર્વક થતી ભક્તિ એ જ સાચી. ભક્તિ કહેવાય છે. [301] સંયમની રક્ષા કરતાં રહીને જીવનયાત્રા નિર્વહવી. સ્વાધ્યાય, પૂજન, દાનાદિક ક્રિયામાં પણ એજ હેતુ રહેલે. છે. જે સંયમની રક્ષા થતી ન હોય-સંયમ ન જ જળવાતું હાય અને બાકીના કિયાકાંડે ચાલતાં હોય, તે એ બધું એકડા વિનાના મીંડા જેવું છે. [ 302] જડ પદાર્થને લેવા-મૂકવામાં ઉન્માદથી વતે, તે તેને અસંયમ કહ્યો છે. તેનું કારણ એ છે કે-ઉતાવળથી લેવા-મૂકવામાં આત્માને ઉપગ ચૂકી જઈ તાદાભ્યપણું ન થાય. એ હેતુથી ઉપગ ચૂકી જો તેને અસંયમ કહ્યો છે. [303] વસ્તુતઃ ઉપયોગ ચૂકી છે એ જ ચિત્તની કિલષ્ટતા છે અને એનાથી કર્મબંધ થાય છે. [304] જીવને સગી ભાવમાં તાદામ્યપણું હોવાથી તે જન્મ મરણાદિ દુઓને અનુભવે છે. [305] વિવેકગુણને લઈને આત્મા સર્વ પ્રકારના સંગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org