________________
આત્મા સાથે સંબંધિત સાતનય
233
૩. “ગમદષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર.”
નિગમદષ્ટિથી એટલે કે-જેવા પ્રકારે જૈતન્યલક્ષણથી આત્મા કપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર! અથવા નગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્ય આદિમેક્ષસાધક વ્યવહાર લોકપ્રસિદ્ધ છે, તે દષ્ટિથી–તથારૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી એવંભૂત એટલે કે–જેવા પ્રકારે આત્મસ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લેાકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવંભૂત- ક્ત આત્મસ્વરૂપ પામવાને જ લક્ષ રાખ ! ૪. “એવભૂતદષ્ટિથી બૅગમ વિશુદ્ધ કર.”
અને એવંભૂતદષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મ સ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી મૈતન્યલક્ષણ આત્માને વિશુદ્ધ કર ! અથવા લોકપ્રસિદ્ધ મોક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર !
પ. “ સંગ્રહદષ્ટિથી એવભૂત થા.”
સામાન્યગ્રાહિ એવા સંગ્રહનયની દૃષ્ટિથી એવંભૂત થા! સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી એવં ભૂત થા! અર્થાત્ જેવું આત્મસ્વરૂપ છે, તેવી સ્થિતિને પામેલ થા એ સ્વરૂપસ્થ થા ! ૬. “એવંભૂતદષ્ટિથીસંગ્રહ વિશુદ્ધ કર.”
એવંભૂત અર્થાત્ જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી તે અપેક્ષા દષ્ટિસન્મુખ રાખી સંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org