________________
સાધક માટે એકાન્ત
185
રૌદ્ર ધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. પાછી અન્ય નિમિ ત્તોના ચેાગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તે કેવળજ્ઞાન પામ્યા હતા.
ગીરનારજીની ગુફ્રામાં ધ્યાન ધરતાં શ્રી રહેનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજીમતીની નિમિત્તથી બદલાઈ હતી, પરંતુ શ્રી રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેમને સ્થિર કર્યા હતા.
મહાત્મા શ્રી નદીષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્ત બદલાઈ હતી.
મહાત્મા ક્રમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરની ભીંતાવાળા પાàા તપેલા માગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઇ હતી.
સારા નિમિત્તોથી આત્મખળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાના આવા સેંકડે દૃષ્ટાંતા શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ; માટે સાધક આત્મને આત્મચિંતન કરનારને નિજ નસ્થાનની બહુ જરૂર છે એ નિવિવાદ વાત છે. નિમિત્ત-કારણેા
સદ્ગુદ્ધિ, સમભાવ, તવાનું ગ્રહણ, મન-વચનકાચાના નિરાધ, વિરોધી નિમિત્તોના અભાવ, સારા નિમિ ત્તોની હયાતિ, રાગદ્વેષાદિન ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્તકારણેા છે, તેમ આત્મચિંતન માટે નિર્જનસ્થાન—એ પણ એક ઉત્તમ નિમિત્તકારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org