________________
184
જૈનતત્ત્વ વિચાર
આત્માઓ માટે નિર્જર પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ડર વાને કે તે હઠવવાના સાધને પોતાની પાસે ઓછાં છે, તે મેળવવા માટે નથી, પણ પિતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધાનામાં મનુષ્ય વિશ્વરૂપ ન થાય-વિક્ષેપ કરનાર ન થાય તે હોય છે, અને તેટલા માટે પણ નિર્જનસ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.
પિતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજ્ય પર્વતની ગુફામાં શુક રાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા.
શ્રી નેમિનાથ, પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા.
પ્રભુ શ્રી મહાવીરદેવ આત્મધ્યાન માટે શૂન્ય ઘરે, સ્મશાને, પહાડ, ગુફાઓ અને નિજન પ્રદેશવાળા વનાદિમાં ૨હ્યા હતા.
- મહાત્મા અનાથી મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાન રથ રહ્યા હતા.
ક્ષત્રિય મુનિ અને ગદંભાલી મુનિ પણ વનના શાન્ત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા.
આ શાત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતાના મુખથી પિતાની પ્રશંશા અને નિંદાના વચને સાંભળીને દ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યા હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુકલ ધ્યાનને બદલે આત્ત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org