________________
172,
જૈનતત્ત્વ વિચાર
મહાર–એમ બને મહોરે દિવાનના હાથમાં મૂકી. દિવાને વિચાર કર્યો કે-શેઠની ગીની કે જે નીતિથી મેળવેલ છે, તે હું પાપી માણસના હાથમાં મૂકે તો તેની અસરની મને ખબર પડે. એવો ખ્યાલ કરીને પરેઢિયાના પાંચ વાગે એક માછીમાર માછલાં મારવા જતા હતા, તેના હાથમાં દિવાને પેલી શેઠની ગીની મૂકી દીધી. આખા દિવસમાં માછલાં વેચવા છતાં ફક્ત ચાર-છ આના કમાનાર મચ્છીમારને આમ અનાયાસે ગીની મળતાં તે રાજી રાજી થઈ ગયે. તેના મનમાં થયું કે આજે મને વેપાર કરવાની જરૂર નથી. સીધા બજારમાં જઈને તેણે એક રૂપીઆનું અનાજ મેળ, ઘી વિગેરે લીધું અને ચૌદ રૂપીઆ રેકડા લીધા. તેને વિચાર આવ્યું કે--હું શા માટે પાપ કરું? હું ગમે તે ધંધે કરીશ, પણ હવે મારે પાપી બંધ તો ન જ કરે. આવી રીતે તે પાપી ધંધે છોડી દે છે. એ રૂપીયાથી લાવેલું અનાજ ખાતાંની સાથે એને કુટુંબને પણ એ જ વિચાર થાય છે કે–આટલા રૂપીયામાં તે આપણા બે-ત્રણ મહિના નીકળી જશે. ત્યાં સુધી કેઈ ને કઈ મજુરી શોધી લઈશું શા માટે હવે આ પાપી બંધ કરે? આ પ્રતાપ હતો એ નીતિના દ્રવ્યને. - હવે ત્યાંથી દિવાન ગંગા નદીના કિનારા તરફ ગયો. -ત્યાં જઈને જુએ છે તો એક ગિરાજ આસન લગાવીને સમાધિમાં મસ્ત બન્યા છે. તેનું કપાળ તેજસ્વી છે. આ ચગીની સામે આસ્તેથી પેલે દિવાન રાજાની ગીની મૂકી દે છે. થોડી વાર પછી ગી સમાધિમાંથી જાગ્રત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org