________________
154
જૈનતત્વ વિચાર
થાય છે, કારણ કે-શાસ્ત્રકારે મૂચ્છ (આસક્તિ-મમત્વ) ને જ પરિગ્રહ કહે છે. મુછ પર કુત્તો
- છઠું વ્રત છ દિશાએ જવા આવવાનું પરિણામ કરવું, ‘તે વ્યવ હારથી છઠું વ્રત છે.” અને નારકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણ તે પ્રત્યે ઉદાસીનભાવ રાખો અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેયભાવ રાખવે એ નિશ્ચયથી છઠું વ્રત છે.
સાતમું વ્રત ભોગપભોગ વ્રતમાં સર્વ ભગ્ય વસ્તુનું પરિણામ કરવું એ “વ્યવહારથી સાતમું વ્રત છે.” તથા વ્યવહારનયના મતે કર્મને કર્તા અને ભકતા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કમનું કર્તાપણું કર્મને જ છે, પણ આત્માને નથી.
“પુદગલ કર્માદિક તણે ર્તા વ્યવહારે, કર્તા ચેતન કર્મનો નિશ્ચય સુવિચારે.'
(પૂ. ઉપાધ્યાજી) કારણ કે-મન-વચન-કાયાના એગ જ કર્મના કર્તા છે, તેમ ભોકતાપણું પણ યોગમાં જ રહેલું છે. અજ્ઞાને કરીને જીવને ઉપગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાધનમાં મળે છે. પરમાર્થવૃત્તિએ તો જીવ કર્મના પુદ્ગલેથી ભિન તથા જ્ઞાનાદિ ગુણોને કર્તા અને ભકતા છે. પુદ્ગલો જડ, ચલ અને તુચ્છ છે. જગતુના અનેક જીએ તે ભોગવી ભોગવીને ઉચ્છિષ્ટ (એઠા) થયેલા ભેજનની જેમ મૂકી દીધેલા છે. તેવા પુદ્ગલેને ભોગ-ઉપભેગ–પણે ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org