________________
સાપેક્ષ-નિરપેક્ષદષ્ટિ
એકાન્ત દષ્ટિથી કઈ પણ પદાર્થનું સ્વરૂપ અવલોકવાથી તેની બધી બાજુએ દેખી શકાતી નથી. કોઈ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેવું હોય તે સર્વ ની અપેક્ષાવડે જેવું જોઈએ. નાની અપેક્ષા વિના કઈ પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકતું પણ નથી કેઈ પણ લેખક કેઈ ગ્રંથ બનાવે છે, તેમાંથી તેને આશય તે ઘણેખરે તેનાં હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રંથોમાં લખવાની ઘણીખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વિગેરેના કેટલાક વિદ્વાને પણ કહે છે કે–વક્તાનું અથવા લેખકનું વાકય કેઈ પણ જાતની તેના હૃદયમાં રહેલી અપેક્ષા વિના શૂન્ય હેતું નથી. કેઈ વિદ્વાન અન્યને સમજાવતાં કહે છે કે-મારા કહેવાની અથવા લખવાની આ અપેક્ષા છે, મેં અમુક આશયથી કહ્યું છે અથવા લખ્યું છે. લેખકના આશય વા વિચારની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org