________________
સાત નયની ઘટના
109
સંગ્રહનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે, તેમજ જેને ગણાય છે, વ્યવહાનયની અપેક્ષાએ જૈનના આચારે જેઓ પાળતા હોય તેઓ જૈન કહેવાય છે. સંગ્રહનય સામાન્ય ગ્રાહક છે, તેથી સર્વ જીવમાં સત્તાએ જૈનત્વ માનીને સર્વ જીવોને તે જેને કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે, તેથી આચાર અર્થાત્ જેનધર્મની ક્રિયાઓને જેઓ કરતા હોય, તેઓને જેન કહે છે. વ્યવહારનયમાં અનેકગચ્છ-ફિરકાવાલા, કિયાઓને કરનારા જેનો ગણાય છે.
“જુસૂત્ર મત પ્રમાણે જે જેનના પરિણામને ધારણ કરનાર હોય તે જૈન કહેવાય છે. જુસૂત્રનય ફક્ત એક વર્તમાનકાળને ગ્રહણ કરે છે, પણ ભૂતકાળ તથા ભવિષ્યકાળને. ગ્રહણ કરતું નથી. વર્તમાનમાં જેવા પરિણામ વર્તતા હોય તેને ત્રાજસૂત્રનય કહે છે. જૈન ધર્મની ક્રિયાઓ કરતે હોય પણ તેના પરિણામ જૈનના નથી, તો તેને જુસૂત્રનય જેન કહેતા નથી. વર્તમાનમાં જે જૈનના પરિણામ વર્તતા હોય તો તેને “રાજસૂત્રનય જૈન કહે છે. “શબ્દન” પિતાની માન્યતા આગળ કરીને કહે છે કે-જેનામાં સમ્યક્ત્વ પ્રગટયું હોય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યક્ત્વવા નિશ્ચય સમ્યક્ત્વની. પ્રાપ્તિવડે, મનુષ્ય જૈન કહેવાય છે. “સમભિરૂઢનય”ની અપે. ક્ષાએ સમ્યપણે જેન એવા શબ્દને ભાવાર્થ જે ગ્રહણ કરાય. છે, તેમાં જે આરૂઢ થાય છે. તે જૈન કહેવાય છે. જેનપણામાં,
એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. “એવંભૂતનય - જૈન એવા શબ્દવડે સંપૂર્ણ અર્થ ક્રિયાકારિત્વ જેનામાં હોય, - પરિપૂર્ણ જેનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણો.
જેનામાં હોય, તેને એવં ભૂતનય જેન કહે છે. એ રીતે સેવ નોની અપેક્ષાએ જેન માની શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org