________________
104
જૈનતત્ત્વ વિચાર
:
આપેલું છે તથાપ્રકારે આ નથી, કિન્તુ આત્મશ્રદ્ધાનું અનુમાપન સમજવા દ્રષ્ટાંતરૂપે આ નયઘટના છે અને એ રીતે મહામુનિશ્વર શ્રી દેવચંદ્રજીએ શ્રી ચંદ્રપ્રભ જિનસ્ત વનમાં પ્રભુની ઉત્સર્ગ–અપવાદ સેવામાં નયઘટના કરી અતાવી છે.
જ્ઞાનનય અને ક્રિયાનય
જ્ઞાનનય-આ નય કહે છે-સમ્યગૂદશનચારિત્રાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વિગેરે અગ્રાહ્ય છે અને સ્વવિભૂતિ વિગેરે ઉપેક્ષા કરવા ચેાગ્ય છે. ઉપરોકત ગ્રાહ્ય, અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા ચાગ્ય પદાર્થ જાણ્યા છતાં, તેના પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઇચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિરૂપ યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે સર્વે વ્યવહારનુ કારણ જ્ઞાન છે. ઐહિક કે પારલૌકિક ફળના અથી એ સારી રીતે જાણેલા અર્થાંમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળના વિસ’વાદ જણાય છે. પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિએ ત્રણેય જ્ઞાન આપે છે તથા દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાત્કાર કરાવનારું. કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતુ', 'ત્યાં સુધી તેમને મેાક્ષપ્રાપ્તિ નથી થતી.
:
“ જે જેના વિના ન બને તે તેનુ કારણ છે. ’’ અર્થાત્ ક્રિયા જ્ઞાન વિના ન હેાય તેથી ક્રિયા એ જ્ઞાનનુ કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતાં, તેથી તે તેનું કારણ છે, તેમ સકલ પુરુષાર્થીની સિદ્ધિ પણ જ્ઞાન વિના થતી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org