________________
સાત નયની ઘટના
103
-
-
—
—
—
ટૂંકામાં અંતરંગ કાર્યરૂચિ તે નૈગમ, તત્ કારણ સંગ્રહસમ્યક્રગ્રહણ, તે સંગ્રહ તેને સમ્યગ વ્યવહારપ્રયાગ તે વ્યવહાર-આમ સકારણોને સમ્યગવ્યવહાર કરતાં કાર્ય થવાની સન્મુખતા-હાજરપણું થાય તે ત્રાજુસૂત્ર, કાર્યને અંશ પ્રગટ થાય તે શબ્દ, કે જેથી કાર્ય થવા માંડયું; એમ યથાર્થ અર્થમાં શબ્દપ્રયોગ કરી શકાય. કાર્યને ઉત્તરોત્તર અધિકાધિક અંશ પ્રગટ થતાં થતાં ચાવત્ પૂર્ણ કાર્યમાં એક અંશ ન્યૂનતા-ઉણાપણું રહે ત્યાં સુધી સમભિરૂઢ અને સંપૂર્ણ કાર્યનું પ્રગટપણું તે એવંભૂત. - આ સાત નમાંથી જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-એ ચાર ન અનુક્રમે થોડા અંશ વ્યક્ત, બહુ અંશ વ્યકત, બહુતર અંશ વ્યકત અને સર્વ અંશ વ્યકતને માનનારા ભાવ નય કહેવાય છે. બાકીના ત્રણ નય વ્યકત સ્વભાવે નથી તેથી દ્રવ્ય નય કહેવાય છે. કેટલાકે કાજુસૂત્રને દ્રવ્યમાં ગણે છે, પરંતુ તે અપેક્ષાકૃત હોઈ વિરોધને સ્થાન નથી. દુષમકાળમાં દિવાકર, સમાન પ્રખર, તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકરજી બાજુસૂત્રને ભાવનયમાં ગણે છે. નયનું સ્વરૂપ અનેક દ્રષ્ટિએ વિચારી શકાય છે. એકબીજાને વિધ શમાવવામાં પણ આને જ ઉપયોગ થઈ શકે છે. તે વિષે જિનાગમમાં ઘણું કથન છે. શ્રી જિન ભગવાને નય–સ્યાદ્વાદનું સ્વરૂપ એટલા જ માટે–રાગદ્વેષના ઉપશમ માટે જ ઉપદેશ્ય છે.
વાચક સજજને હંસચંચુ ન્યાયે આમાંથી સાર-પરમાર્થને ગ્રહણ કરશે. શાસ્ત્રમાં પરકૃત આશય-અપેક્ષા સમજવા માટે જે માપ ભરવાની પાલી આદિનું દ્રષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org