________________
ધર્માધ્યક્ષ
અને ધાર્મિક-રાજકીય ક્રાંતિએ અને સૌકાંઓએ જે કરવાનુ બાકી રાખ્યું, તે, શાળાઓમાં ભણેલા કલાકારોએ સુધારવાને બહાને પછીના વખતના કળા વિષેના ખ્યાલેા તેની ઉપર આરોપીને પૂરું કરી આપ્યું છે!
૭૮
નૉવદામના દરેક ચહેરા, દરેક પથ્થર દેશના રાજકીય ઇતિહાસને જુદું જુદું પૃષ્ઠ છે, એટલું જ નહિ પણ વિજ્ઞાન અને કળાના ઇતિહાસનું પણ છે. આવી મહાન ઇમારા, મહા-પર્વતાની જેમ યુગ-યુગાની પ્રક્રિયાના કાર્ય-પરિણામ રૂપ હોય છે. તેઓ બનતી જતી હોય છે, તે દરમ્યાન જ પલટાતી જતી પણ હોય છે. જોકે તે પ્રક્રિયા કશા નડતર કે પ્રયત્ન વિના, કે કશી પ્રતિક્રિયા ઉપજાવ્યા વિના ચાલતી રહે છે. છેડ ઉપર નવી કલમ ચડાવીએ અને મૂળ વૃક્ષમાં તે જેમ એકરૂપ બની જાય, એવી એ પ્રક્રિયા હોય છે. આમ આખી ઇમારત અનેકોના પુરુષાર્થ અને શિલ્પનું પરિણામ બની રહે છે. સમય જાણે તેના શિલ્પી હોય છે, અને આખી પ્રજા સલાટ !
ર
પંદરમા સૈકાનું પૅરીસ નગર પણ એક ખાસું જંગી નગર બની રહ્યું હતું. લૂઈ-૧૧માના સમય પછી પૅરીસ શહેરમાં એક-તૃતીયાંશ કરતાં વધુ વધારો નથી થયા; અને કદમાં જે કાંઈ વધારો થયા છે, તેના પ્રમાણમાં આખા શહેરની સુંદરતામાં ઘટાડો જ થયા છે.
દરેક જણ જાણે છે કે, પૅરીસના જન્મ ‘સાઈટ' અથવા સિટી કહેવાતા પારણા આકારના ટાપુ ઉપર જ થયા હતા. એ ટાપુના
કિનારા એ તેની પ્રથમ સીમા હતી, અને ‘સીં’ નદી એ તેની પ્રથમ ખાઈ હતી. કેટલાંય સૈકાં સુધી પૅરીસ આવી એક ટાપુની સ્થિતિમાં રહ્યું. પછી જ્યારે એ ટાપુની મર્યાદામાં રહેવું પૅરીસને અશકય થતું ગયું, ત્યારે તેણે નદી ઓળંગવાનું શરૂ કર્યું. પરિણામે ઉત્તર તરફના પુલ તરફ અને દક્ષિણ તરફના પુલ તરફ શહેર ગ્રામ-પ્રદેશમાં આગળ વધતું ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org