________________
૧
પૅરીસનુ માતાજીનું મંદિર : નાત્રદામ
૧
પેરીસનું નોંન્ત્રદા મંદિર એક ભવ્ય ઈમારત હતી. પરંતુ
સમયે અને માણસે એ આદરણીય ઇમારતની ઉપર ફેરફારો અને કદ્રુપતા યાદવાના જે વાનરવેડા કર્યા છે, તેથી નિસાસા દબાવી રાખવા અશકય બની રહે છે. શાર્લમાને તેના પહેલા પથ્થર નાખ્યા હતા, અને ફિલિપ ઑગસ્ટસે છેકછેલ્લા.
અલબત્ત, સાચું બોલવા ખાતર એટલું ઝટ ઉમેરી લેવું જોઈએ કે, સમયે એ ભવ્ય ઇમારતને જે નુકસાન પહોંચાડયું છે, તેના કરતાં માણસે, અને ખાસ કરીને કળાકાર કહેવાતા માણસાએ તેને અનેકગણું નુકસાન પહોંચાડયું છે.
મધ્યયુગની અદ્ભુત કળા-કારીગરી પ્રત્યે બધા દેશમાં – અને ખાસ કરીને ફ઼ાંસમાં – એ જ રીતે અવજ્ઞાથી વર્તવામાં આવ્યું છે. સમયે, અલબત્ત, તેનાં બાહ્ય કોતરકામેા તથા આકૃતિ વગેરેને કાળાં પાડવા અને ઘસી નાખવા પૂરી કોશિશ કરી છે; પણ વખતોવખત થયેલી અને અધ જુસ્સા દાખવતી રાજકીય અને ધાર્મિક ક્રાંતિઓએ પોતાના ગુસ્સા આ પ્રાચીન કળાકૃતિઓ ઉપર ઉતારીને ભલભલા વિનાશ સર્જ્યો છે. ખાસ કરીને આ બધી ઇમારતા ઉપર જે જુદી જુદી આકૃતિઓ અને સૂત બહાર મૂકવામાં આવી હોય છે, તેમનાં રાજમુગટ વગેરે રાજચહ્ન તોડી નાખવા જતાં આખી ને આખી મૂર્તિઓ ખંડિત કરી જ્ઞાખવામાં આવી છે, અથવા બિશપ-પાદરીઓની આકૃતિઓને તો ખાસ વિદ્રપ બનાવવા જ તોડી નાખવામાં આવી છે.
Jain Education International
IN
For Private & Personal Use Only
www.jainelibrary.org