________________
૪
ધર્માધ્યક્ષ ગ્રિગોર હવે ચૂપ થશે, અને પોતાના ભાષણની પેલી ઉપર શી અસર થઈ છે તે જાણવા ઇંતેજારીપૂર્વક રાહ જોઈ રહ્યો.
પેલી તો જમીન તરફ જ આંખ ઠેરવી રહી હતી. અચાનક ઊંઘમાંથી જાગી હોય તેમ તેણે ઊંચું જોયું અને પૂછયું, ““ફેબસ” શબ્દને શો અર્થ થાય છે, વારુ?”
ગ્રિગોરને પોતાના ભાષણ વચ્ચે અને આ પ્રશ્ન વચ્ચે કંઈ સંબંધ દેખાયો નહીં, છતાં તેણે જવાબ આપ્યો, “એ લેટિન શબ્દ છે, અને તેનો અર્થ સૂર્ય થાય છે.”
“સૂર્ય?” “હા; એક સુંદર બાણાવળીનું એ નામ છે, જે દેવ હતો.”
“દેવ?” પેલી વિચારમાં પડી જઈ ગણગણી. પણ તે જ ઘડીએ તેનું એક બ્રેસલેટ ઢીલું થઈ અકસ્માત જમીન ઉપર ગબડી પડ્યું. ગ્રિગોર તે લેવા નીચે નમ્યો, અને જ્યારે પાછો ઊંચો થયો, ત્યારે તેણે જોયું કે પેલી છોકરી અને તેની બકરી એક નાના બારણામાંથી અલોપ થઈ ગયાં હતાં. એ બારણા પાછળનો આગળ જલદી જલદી ભિડાતા હોય તેવો અવાજ તેને સંભળાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org