________________
ધર્માધ્યક્ષ પાદરીએ સીમૉદોનાં બધાં રાજચિહ્ન ખેંચી કાઢયાં અને ફગાવી દીધાં; તથા ત્યાર બાદ તેને ખભેથી હલાવીને ઊભા થવા અને પોતાની પાછળ પાછળ આવવા નિશાની કરી.
કસીમૉદો તરત ઊભો થઈ, તેની પાછળ ચાલવા લાગ્યો.
પણ તે જ ઘડીએ મૂરખારાજના સંઘે પોતાના પોપના બચાવ માટે પેલા પાદરી ઉપર તૂટી પડવા ભયંકર આક્રમણ આરંભ્ય. પણ આ શું? કસીમૉદોએ જ પાછા ફરી તેમની સામે એવું વિકરાળ ઘુરકિયું કર્યું કે, બધા જીવ લઈને પાછા ભાગ્યો.
થોડી વારમાં પાદરી અને કસીમાંદો એક અંધારગલીમાં અલોપ થઈ ગયા.
ગ્રિગોર નવાઈ પામી બોલી ઊઠ્યો, “ભારે નવાઈની વાત! પણ મારે અત્યારે વાળનું શું કરવું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org