________________
ગ્લાસ દ ચેવે (વીને પહોળો થતો, ત્યારે તેના સુંદર સુઘડ બંને પગ દેખાઈ આવતા. તેના ખુલ્લા ગોળ ખભા, કાળાં ફૂલફા તથા ચમકતી ગાળ કાળી આંખો મળીને એ કોઈ દેવકન્યા સદેહે સ્વર્ગમાંથી ઊતરી આવી હોય, એ જ આભાસ થતા.
એ છોકરીએ નાચ પૂરી થતાં જમીન ઉપર પડેલી બે તરવારો ઉઠાવી અને તેમનાં અણિયાં પોતાના ઊંચા કરેલા કપાળ ઉપર અધ્ધર ટેકવી તે તરવારોને ઘુમાવવા માંડી. નવાઈની વાત એ હતી કે સાથે સાથે તે પોતે એ તરવાર કરતાં ઊલટી દિશામાં ઘૂમતી હતી.
ગ્રિગોર જેવા નર્યા કલ્પનાશીલ કવિને પણ સમજાયા વિના ન રહ્યું કે, એ જિપ્સી-કન્યા હતી.
હોળીને પ્રકાશ એ જિપ્સી-કન્યા ઉપર તેમ જ આજુબાજુ ઊભેલા હજારો પ્રેક્ષકોનાં દિમૂઢ થયેલાં માં ઉપર પડતો હતો. તે બધામાં એક જણ એ કન્યાને વિશેષ ધ્યાનપૂર્વક નિહાળી રહ્યો હતે – જો કે, એ માણસનો દેખાવ કઠોર, શાંત અને ગંભીર હતો. તેનો પોશાક તો તેની આસપાસ ભીડ કરીને ઊભેલાં બીજાં માણસેની આડમાં દબાઈ ગયો હોવાથી દેખાતો ન હતો, પરંતુ તેની ઉંમર પાંત્રીસેક વર્ષથી વધુ હોય એમ લાગતું ન હતું. છતાં તેને માથે ટાલ પડી હતી – માત્ર બ્રમણા આગળ વાળના થોડા ગુચ્છા બાકી રહ્યા હતા – જો કે, તેય ભૂખરા રંગના થવા લાગ્યા હતા. તેના પહોળા અને ઊંચા કપાળ ઉપર કરચલીઓના ચાસ પડી ગયા હતા. પરંતુ તેની ઊંડી આંખોમાં એક પ્રકારની અસાધારણ યુવાની અને ઉદ્દામ જીવરાપણું દેખાઈ આવતાં હતાં.
તેણે પોતાની આંખો સોળ વર્ષની એ નૃત્યાંગના ઉપર જ સ્થિર Tી રાખી હતી અને જયારે આસપાસનું ટોળું એની અંગભંગીઓ ઉપર આફરીન થઈ હર્ષ વ્યક્ત કરતું હતું, ત્યારે આ માણસ વધુ ને વધુ ખિન્ન બનતો જતો હતો. કોઈ કોઈ વાર તેના હોઠો ઉપર હાસ્ય અને
નસાસો ભેગાં થઈ જતાં; પરંતુ તે હાસ્ય પેલા નિસાસા કરતાં પણ વિધ ખિન્ન દેખાતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org