________________
પ્લાસ દ ગ્રેવે
ના પરીસમાં પ્લાસ દ ગ્રેવે એટલે લોકોને જાહેરમાં દેહાંત દડ દેવાનું જાણીતું સ્થળ! અત્યારે તો એ વિશાળ જગાનું નામ નિશાન નથી રહ્યું.
તે વખતે તેની એક બાજુ મછવાઓને ધક્કો હતો અને ત્રણ બાજુ ઊંચાં મકાનો હતાં.
એ વિશાળ મેદાનની પૂર્વ બાજુની વચ્ચે ત્રણ મકાનો આવેલાં હતાં : ડોફિન-હાઉસ – કારણ કે, ચાર્લ્સ-પ જ્યારે ડૉફિન – પાટવી હતી, ત્યારે ત્યાં રહ્યો હતો; બીજું ટાઉનહૉલ; અને ત્રીજું થંભ-ઘર – કારણ કે, તેના ત્રણ માળ ભારે દંભ ઉપર ખડા કરેલા હતા. એ મકાનમાં પૅરીસ જેવા શહેરને જોઈએ તે બધું જ હતું : પ્રાર્થના માટે ચેપલ, મેજિસ્ટ્રેટની અદાલત માટે ઓરડા; અને છાપરા નીચેના ત્રિકોણિયામાં દારૂગોળો અને બંદૂકો.
પ્લાસની વચ્ચે જ કાયમને ફાંસીને માંચડો અને હાથ-પગ પરોવી સખવાને જતરડો ખેડેલાં હતાં. પાસે થઈને જતા આવતા રાહદારી
એ જગાએથી પસાર થતાં આડું જોઈ લેતા – ત્યાં કેટલાય માનવોએ અંતિમ યાતના વેઠતાં વેઠતાં પ્રાણ ત્યાગ્યા હશે. કેટલાંક કર્ષ બાદ લોકોમાં “સેંટ વાલિયર્સ-ફિવર' તરીકે ઓળખાતા તાવની એક વિચિત્ર બીમારી ફેલાઈ હતી, જે આ દેહાંતદંડની સજા જોવા શિળે મરનારા લોકોમાં એ દૃશ્યના ત્રાસથી જ ફેલાઈ હોવાનું જણાયું
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org