________________
ધર્માધ્યક્ષ તેણે પોતાની પુત્રીને બહારથી ઝટ નજરે ન પડે એવા ખૂણા તરફ બેસાડી દીધી, તથા તેની ઉપર પોતાનો સફેદ જન્મે ઢાંકી દીધો. અને ત્યાં જ પોતાના પાણીને કૂજો તથા ઓશિકાનો પથરો મૂકી દીધો. એ બે વાનાં સિવાય તેની કોટડીમાં બીજું કશું ફરનિચર હતું જ નહિ . - તે જ ઘડીએ પેલા પાદરીનો અવાજ બહારથી સંળળાયો, “આ બાજુ આવો, કેપ્ટન ફેબસ દ ૉપર!”
એ નામ સાંભળી ઍસમરાદા ખૂણામાં બેઠી બેઠી પણ સળવળી. ડેસીએ તરત તેને તાકીદ આપી, “જરાય હાલીશ નહિ, મા.”
ડોસીએ હવે બારીના બાકા પાસે ચિભી રહીને આખું બાકું ઢાંકી દીધું.
એક ટુકડીના કમાન્ડરે ત્યાં આવી, ઘોડા ઉપરથી ઊતરીને તેને પૂછ્યું, અમે એક ડાકણને શોધવા આવ્યા છીએ; તેને ફાંસીએ લટકાવવાને હુકમ છે. અમને એમ કહેવામાં આવ્યું છે કે, એ ડાકણને તમારા હાથમાં પકડીને સોંપવામાં આવી હતી.”
' ડોસીએ અજાણપણાનો ભાવ ધારણ કરીને કહ્યું, “તમે શું કહે છો, તે મને સમજાયું નહિ.”
તો પેલા આર્ચ-ડીકન કેવી તાતા-કહાણી સંભાળવી ગયા? તે કયાં ગયા ?”
“માઁ સિન્યોર,” એક સૈનિકે કહ્યું, “તે હમણાં જ અહીંથી ચાલ્યા ગયા.”
પેલા કમાન્ડરે હવે જરા ધમકીભર્યા સુરે કહ્યું, “જૂઠું ન બોલશો, ડિસી; પેલી ડાકણને પકડીને તમારા હાથમાં સોંપી હતી; તમે તેનું શું
કર્યું છે?”
“તમે જો એક ઊંચી છોકરીની વાત કરતા હો, તો ઠીક. તમે ડાકણ કહ્યું, એટલે હું કશું સમજી નહોતી. એક છોકરી મને કોઈએ પકડી રાખવા આપી, પણ તે તો રાંડ મારા હાથે બચકું ભરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org