________________
નાનકડે જેડ
૩૧૬ હાય, ભગવાન! તેઓ તને પકડવા આવે છે, ખરું? હું મૂઈ ભૂલી જ ગઈ હતી. તે શો ગુનો કર્યો છે, દીકરી?”
“મને ખબર નથી; મને તેઓએ મોતની સજા કરી છે. ”
“હે? મોતની સજા ! મોતની સજા !” એટલું બોલીને તે પોતાની દીકરી સામે ગાંડાની પેઠે તાકી રહી.
“હા, મા; તેઓ મને ડાકણ ગણીને મારી નાખવા માગે છે – પેલા ફાંસીને માંચડે ચડાવીને. મને બચાવો ! મને બચાવો! તેઓ આવી પહોંચ્યા ! હાય ! હાય !”
પિલી ડોસી હવે ચપ થઈ ગઈ; પછી એકદમ ખડખડાટ હસી પડી. તેના મગજનું ઠેકાણું રહ્યું ન હતું. તે બોલી ઉઠી, “ કેવું સ્વપ્ન? પંદર વરસ તે ખવાઈ ગઈ; અને હવે ફરી જડી તે એક મિનિટ માટે જ! તેઓ હવે તેને મારી પાસેથી ઝૂંટવી જશે, અને ફાંસીએ ચડાવી દેશે! આહા! તે કેવી મોટી થઈ છે, કેવી સુંદર થઈ છે! તેઓ મારા દેખતાં જ તેને ડાકણ ગણીને મારી નાખશે!”
“આ તરફ! આ તરફ! ત્રિસ્તાં મહાશય ! પાદરીએ કહ્યું હતું કે, આપણને તે છોકરી તપસી ડોસીની બારી આગળ મળશે.”
ડોસી હવે એ શબ્દો સાંભળી, બીજો આચકો લાગતાં, પાછી -ભાનમાં આવી ગઈ.
તે બોલી ઊઠી, “નાસી જા! દીકરી ! નાસી જા! હવે હું સમજી! આ તો મોત તારી પાછળ પડ્યું છે!”
એમ કહી તેણે પોતાનું ડોકું પેલા બાકાની બહાર કાઢયું અને ઝટ પાછું ખેંચી લીધું. પછી તેણે ધીમે અવાજે પોતાની દીકરીને કહ્યું, “ના, ના, દીકરી, તું જ્યાં છે ત્યાં જ શાંતિથી પડી રહે; ચારે તરફ સૈનિકો જ સૈનિકો છે! બહાર તું ક્યાંય ભાગી શકે તેમ નથી.”
હવે તેની આંખે ફાટી ગઈ, તથા તેમાંથી આગ વરસવા લાગી. તેણે મૂઠીઓ ભરી ભરી પોતાના સફેદ વાળ તોડવા માંડ્યા; તેના મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org