________________
ધર્માધ્યક્ષ તે તે ઠીક; નહિ તો આપણે મંદિર સુધી પહોંચીએ શી રીતે? તમારા લોકોનું ટોળું બધી શેરીઓ રોકીને ઊભું છે. તેમને કંઈ નડતર નવું લાગે છે. પણ આપણે કદાચ વખતસર પહોંચી જઈશું.”
“હા, ગુરુજી; પણ આપણે મંદિરમાં દાખલ શી રીતે થઈશું?” “ટાવરની ચાવી મારી પાસે છે.” “પણ પછી આપણે બહાર શી રીતે નીકળીશું?”
“મઠની પાછળ એક નાનું બારણું છે, ત્યાંથી નદીકિનારે પહોંચી શકાશે. એ બારણાની ચાવી મેં મેળવી રાખી છે, અને આજે સવારે એક નાની હોડી પણ મેં છુપાવી રાખી છે.”
બંને જણ ઉતાવળે પગલે શહેર તરફ ચાલ્યા.
કસીમૉદો હતાશ થઈ, હવે શું થશે, એને વિચાર કરતે ઊભે હતે. એટલામાં પાસેની શેરીઓમાંથી પુરપાટ ધસી આવતા ઘોડાઓના દાબડાનો અવાજ સંભળાયો. થોડી વારમાં તો મશાલોની લાંબી પંક્તિ સાથે ઘોડેસવાર ટુકડીએ “મારો!” “ કાપો' કરતી ભટકેલેના ટોળા ઉપર તૂટી પડી.
કસીમૉદોએ કશું સાંભળ્યું તો નહિ. પણ તેણે ઘોડેસવાર ટુંકડીએને આ ટોળા ઉપર ધસી આવતી જોઈ, – જેમાંના એકની આગેવાની કેપ્ટન ફેબસ કરતા હતા. બધા ભામટા-ભટકેલો થોડી વારમાં નાસભાગ કરવા લાગ્યા એટલે તેણે પણ ઉપર ચડી આવેલાઓ સામે પોતાનો મારો વધુ હિંમતથી અને સચોટતાથી ચલાવ્યો.
ભટકેલોએ ઘોડેસવાર ટુકડીઓનો બહુ બહાદુરીપૂર્વક સામનો ર્યો. મરણિયા થઈને ઘોડા ઉપર, ઘોડેસવારો ઉપર, તેમનાં હથિયારો ઉપર જે રીતે તેઓ તૂટી પડ્યા, એ જોઈને એમ જ લાગે કે, એ મૃત્યુદેવની જ સેનાના માણસો છે – જેઓને મરવાની બીક જાણે હોય જ નહિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org