________________
૯૪
ધર્માધ્યક્ષ પેલો કેદી કર ગરવા લાગ્યો, “સરકાર! હું સાચું કહું છું કે, રાજદ્રોહને ગુનો મેં નહિ, પણ મોં શ્યોર કાર્ડિનલ ઍજર્સે કર્યો હતો – અને એ અંગેને પત્ર મસિન્યોર-મ્યુએનને મેં નહિ પણ મોંશ્યોર કાર્ડિનલબેલ્યુએ લખ્યો હતો. મારી બધી મિલકત લઈ લેવામાં આવી. છે – હું નિર્દોષ છું–ચદ ચૌદ વર્ષથી હું લોખંડના પાંજરામાં ટાઢ મ છું – દયા કરો! દયા કરો! ભગવાન આપને સ્વર્ગમાં જરૂર તેનો. બદલે આપશે! ૧૪૬૯ના એપ્રિલથી મને પાંજરામાં પૂર્યો છે – મારા પગે ભારે સાંકળ બાંધેલી છે અને તે સાંકળને છેડે વજનદાર લોખંડી ગોળો છે – બધું નાહક રિબામણ જેવું કરેલું છે– મારા ઉપર દયા. કરે; દયા કરો!”
એ પાંજરામાં વ૬ના બિશપને પૂરેલો હતો.
બધા હવે રાજાજીની કોટડીમાં પાછા આવ્યા. દરમ્યાન ટેબલ ઉપર કેટલાક ખરીતા આવીને પડયા હતા. રાજાએ પોતે જ ફોડી ફોડીને તે વાંચવા માંડ્યા, અને ઓલિવિયરને ધીમેથી બોલી જવાબ લખાવવા માંડ્યા. દરમ્યાન પેલા ફ્લેમિશ રાજપ્રતિનિધિઓ ઊભા જ રહ્યા!
એટલામાં અચાનક બારણુ ઊઘડ્યું અને એક નવો માણસ ગાભરી ગાભરો અંદર પેઠો. તે રાજાજનો દાક્તર હતે – તેમ જ બાતમીદાર ગાઠિયો હતો.
સરકાર! સરકાર! પૅરીસની પ્રજાએ બંડ કર્યું છે !” “આમ કેમ ઉતાવળે દોડી આવ્યો છે?”
“સરકાર ! સરકાર! બહુ મોટો બળવો થયો છે; પેલેસ ઑફ જસ્ટિસના કોટવાળ સામે – તેમના જાન જોખમમાં છે, તેમને તરત મદદ મોકલવી જોઈએ!”
પણ કોટવાળ સામે લોકોને શું વાંધો પડ્યો છે?” - “આ બધા ભટકેલ-લોકોની દેખરેખ તેમના હાથમાં છે, સરકાર! એટલે તેને એમની સામે દાઝ હોય જ! અને એ ભટકેલો કેટલાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org