________________
નોત્રદામ ઉપર ચડાઈ
ચગાર સાથે આપણે પહેલાં ભટકેલોની નગરીની મુલાકાત લઈ આવ્યા છીએ. શહેરના જૂના કિલ્લાના કેટલાય બુરજો અત્યારે ખંડેર હાલતમાં હતા, તેમાંના એકમાં ભટકે એ પોતાનું આનંદપ્રમોદનું ધામ જમાવ્યું હતું. છેક નીચલા માળે પીઠું હતું, અને બાકીની ધમાલ ઉપરના માળોએ ચાલતી.
આજે રાતે જો રોન ફરનારા ચોકીદારોને આ નગરીમાં પેસવા દેવામાં આવ્યા હોત, તો તેમને ભટકેલના આ આનંદ-ધામમાં રોજ કરતાં કાંઈક વધુ પ્રવૃત્તિ ચાલતી માલૂમ પડત. કેટલાય જણ આજે ત્યાં રોજ કરતાં વધુ પ્રમાણમાં પીતા, તથા મત્ત થઈ ગમે તેમ બૂમ બરાડા પાડતા ભેગા મળ્યા હતા. ઉપરાંત આંગણામાં પણ કેટલાય જણ જુદાં જુદાં ટોળાં વળીને બેઠા હતા. કંઈક મંત્રણા ચાલતી હતી – કંઈક કાવતરું યોજાતું હતું. દરેક જણ પાસે કંઈક ચળકતું હથિયાર, લાંબી ફરસી લે વજનદાર દંડા જેવું કંઈ ને કંઈ સાધન દેખાતું હતું.
આ બધું ટોળું ફાવે તેમ પથરાયેલું લાગે, પણ બારીકાઈથી નિહાળનારને જણાયા વિના ન રહે કે, ત્રણ મુખ્ય માણસોની આસપાસ વધુ મોટાં ટોળાં જમા થયાં હતાં. એક તો ડયૂક ઑફ ઇજિપ્ત કહેવાતે ગુંડો, બીજો ટયુનિસનો રાજા કહેવાતો ગુંડો, અને ત્રીજો પગથી માથા સુધી બખાર અને હથિયારોથી છવાયેલો હેઈ, બહારથી ઝટ ઓળખી શકાય નહિ તેવો એક જુવાનિયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org