________________
ર૪૭ એસમરાદાએ નવાઈ પામી જરા મોટેથી કહ્યું, “અહીં આવો, કહું છું.”
પણ પેલાને દૂર ને દૂર ચાલ્યો જતે જોઈ, તે તરત એરડીની બહાર નીકળી અને તેની પાછળ દોડતી જઈને તેણે તેનો હાથ પકડયો.
તેનો સ્પર્શ થતાં જ કસીમૉદ આખે શરીરે ધ્રૂજી ઊઠ્યો; તેણે પોતાનો ગુનો થયો હોય તો માફ કરવા આજીજીભરી નજરે તેના સામું જોયું. પણ પછી પેલીને ઓરડી ભણી પાછો પિતાને ખેંચી જતી જોઈ તેના મોં ઉપર આનંદ અને કમળાપણાની આભા છવાઈ ગઈ. ઓરડીએ પહોંચી પેલી તેને અંદર ખેંચવા લાગી, પણ તે તો ઊમરા બહાર જ ઊભો રહ્યો. અને બોલ્યો, “ ઘુવડે “લાર્ક-મેનાના માળાની નજીક જવું ન જોઈએ.”
છેવટે ઍસમરાદા અંદર જઈ પોતાની પથારી ઉપર બેસી ગઈ, અને કસીમૉદો ઉપર પોતાની નજર ફેરવવા માંડી.
દરેક ક્ષણે તેના અંગની નવી નવી વિ પતા તેના લક્ષમાં આવવા લાગી. તેને નવાઈ એ વાતની લાગી કે, આટલી બધી વિદ્રપતાઓ ઠાંસીને ભરેલું શરીર અસ્તિત્વમાં જ શી રીતે હોઈ શકે?
કસીમૉદો જ પ્રથમ બોલ્યો, “તો તમે મને અહીં પાછા ફરવાનું કહેતાં હતાં, ખરું?”
ઍસમરાદાએ ડોકું હલાવીને કહ્યું, “હા.”
પેલાએ વધુ ખિન્નતા ધારણ કરીને જણાવ્યું, “હું બહેરો પણ છું; તમારો એક શબ્દય હું સાંભળી શકતો નથી.”
“બિચારો!” દયાથી પીગળી જઈને ઍસમરાદ બોલી ઊઠી.
પેલો એના અંતરમાં પ્રગટેલો સહાનુભૂતિનો ભાવ સમજી જઈ, શિકઘેરું હાસ્ય હસ્યો.
તમે એમ જ વિચારતાં હશો કે, એલું વળી અધૂર શા માટે રહી જાય, નહિ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org