________________
જુદાં જુદાં ઘડતર
૨૩૯ ' તેણે પોતાનું અંતર તળિયા સુધી તપાસવા માંડયું. તેને માલુમ પડ્યું કે કુદરતે વિવિધ કામનાઓ અને વાસનાઓને માટે કેટલી બધી જગા તેમાં નિર્માણ કરી છે ! તેણે પોતાના અંતરમાં ભરેલો બધો ધિક્કાર – બધી દુષ્ટતા ડોળી જોઈ, તો તેને માલૂમ પડ્યું કે, એ બધો ધિક્કાર તથા એ બધી દુષ્ટતા, વિફળ બનેલો – વિપરીત માર્ગે વળેલો પ્રેમ જ હતો! એ પ્રેમ કે જે સામાન્ય માણસમાં દરેક સદ્ગુણનો જન્મદાતા બને છે; – પરંતુ પોતાના જેવા તપસ્યા-નિગ્રહને વરતા સાધુ તપસ્વીના અંતરમાં દરેક પ્રકારના અનિષ્ટ રૂપ જ બની રહે છે! તેના જેવા ઘડતરવાળે માણસ સાધુ-તપસ્વી બનવા જાય, તો તે એક રાક્ષસ જ બની રહે, એ તેને જાણે સમજાઈ ગયું! કોઈ દરદીને કોઈ વૈદ્ય તપાસે, તે રીતે અત્યારે તે પોતાની જાતનાં ઘટકો જરા પણ શરમ વગર, ગભરાટ વગર, કે સંકોચ વગર તપાસી રહ્યો હતો – કેવળ વિજ્ઞાની ની દૃષ્ટિએ !
પરંતુ તેને જયારે વિચાર આવ્યો કે, તેના આ વિપરીત બનેલા પ્રેમે તેને પોતાને નરકાગ્નિ તરફ ધકેલી મૂકયો છે, તથા તેની પ્રેમપાત્ર પેલી જિપ્સી-કન્યાને ફાંસીના માંચડા તરફ ધકેલી મૂકી છે, ત્યારે પાછો તે એકદમ ગાભરો થઈ ગયો.
પરંતુ, ફેબસ જીવતે છે એ વસ્તુ પાછી તેના ખ્યાલમાં આવતાં, તે ખડખડાટ હસી પડ્યો. ફેબસ જીવતો હતો, એટલું જ નહિ પણ, વધુ સારાં કપડાં અને વધુ સારાં છોગાં સાથે, પોતાની નવી પ્રિયતમાને બગલમાં લઈ, જૂની પ્રિયતમાને ફાંસીને માંચડે જતી બતાવી રહ્યો હતો! પણ પછી જ્યારે તેને વિચાર આવ્યો કે, બધાં મનુષ્ય પ્રાણીઓમાંથી જેમનું મોત તે વિશેષે ઇચ્છતો હતો, તેમાંથી જેને તે જરાય નહોતો ધિક્કારતો, તે પ્રાણી જ તેની ચુંગલમાંથી બચી શક્યું નહોતું, ત્યારે તેની પોતાની જાત પ્રત્યેની ધૃણા એકદમ વધી ગઈ.
પણ પછી તેના વિચારો ફેબસ ઉપરથી પૅરીસનાં પ્રજાજને તરફ વળ્યા, અને તેને તેમની વિચિત્ર પ્રકારની અદેખાઈ થઈ આવી.
Jain Education International
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org