________________
ધર્માધ્યક્ષ
આ બધા વખત દરમ્યાન ધર્માધ્યક્ષ – કલૉદ ફ્રૉલે કયાં હતો?
તે તો ઍસમરાદાની સાથે સવાલજવાબ પૂરા કરી, તરત હોડીમાં બેસી સીં નદીના ડાબે કિનારે પહોંચી જઈ, યુનિવર્સિટી વિસ્તારની ટેકરીઓ ઉપરની શેરીઓમાં પેસી ગયો હતો. કયાં જવું એ કશું તેણે વિચાર્યું ન હતું – તેને માત્ર ગ્રેવે મેદાન તેની પાછળ પડયું હોય તેમ તેનાથી બચવા દૂર નાસી છૂટવું હતું. - તે ફીકો પડી ગયો હતો, અને તેની આંખ વિકરાળ બની ગઈ હતી. તેની ચાલ પણ ગાંડા જેવી હોઈ છોકરાં તેની પાછળ હુરિયો બોલાવતાં.
પરંતુ એ શેરીઓમાં પણ તેને ગ્રેવે મેદાનમાં ડાકણને ફાંસી અપાતી જોવા દોડી જતાં ટોળાં મળતાં – જેઓ “હજુ વખતસર પહોંચી શકાશે એ આશાએ ઉતાવળ કરતાં હતાં.
છેવટે તે માઉન્ટ સેઇન્ટને કિનારે થઈ શહેર બહાર નીકળી ગયો. હવે વચમાં ડુંગરી આવી જવાથી પૅરીસ શહેર દેખાતું બંધ થયું, અને નિર્જન વેરાન જેવો ભાગ આવતાં તે હાશ કરીને જરાક શ્વાસ ખાતો થોભ્યો.
પણ તે જ વખતે તેના અંતરમાં વિચારોનું આખું ઘમસાણ, અચાનક ઊપડેલા તેફાનની જેમ ધસી આવ્યું. જેણે તેનું સત્યાનાશ વાળી મૂક્યું હતું, અને પછી જેનું સત્યાનાશ પોતે વાળ્યું હતું, તે જિપ્સીકન્યાનો વિચાર તેને આવ્યો. પિતાનાં મહાવ્રતની નિરર્થકતા અને મૂખમીને વિચાર તેને આવ્યો. બ્રહ્મચર્ય, વિજ્ઞાન, ધર્મ, સદાચાર વગેરેની પોકળતા, તથા ઈશ્વર ઉપરની શ્રદ્ધાની નિરુપયોગિતાનો તેને વિચાર આવ્યો. એવા એવા બીજા કેટલાય અનિષ્ટ વિચારો ઘોડાપૂરની જેમ તેને ઘેરાઈ વળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org